માનવ સેવા એ બંદગીથી ઓછી નથી : માંગરોળ તાલુકા સહિત આસપાસનાં વિસ્તારની પ્રજાને સુરત થી અમદાવાદ સુધી એમ્બ્યુલન્સની વિનામૂલ્યે અથવા નજીવા દરે સેવા મળશે

0
IMG-20201201-WA0024
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબા તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને આનંદ અને ખુશીની સાથે જણાવવામાં આવે છે કે આવે છે કે કોસંબા જૂનાગામ તેમજ આજુબાજુ લના ગામના સખી દાતાઓ તરફથી માનવ સેવાના કાર્ય સ્વરૂપે એક એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવામાં આવી છે. જે એમ્બ્યુલન્સ સેવા જરૂરિયાત મંદોને સુરત થી અમદાવાદ સુધી વીના મૂલ્યે અથવા તદ્દન નજીવા દરે સેવા આપવામા આવશે.જેનો લાભ લેવા આયોજકોએ વિનંતી કરી છે.કોસંબા તેમજ આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ સ્થળે બિનવારસી લાશ અથવા નાના મોટા અકસ્માત નજરે પડે તો ત્વરીત નીચેનાં મોબાઈલ નંબર પર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.આયોજકોએ જણાવ્યું છે કે બને એટલી વધારે સેવા કરવા અમો સાવચેત રહીશું સાથે જ આયોજકો તરફથી કોઈ પણ વ્યક્તિને મરણ પ્રસંગે મફત કફન, દફન ,ગૂસલ આપી અવ્વલ મંજિલે પહોંચાડવામાં આવશે. સરફરાજ મીર્જા 9898385021 – 9725537008,તાહિર શેખ -9574511171 નો કોન્ટેક કરવા જણાવાયું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *