માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારીએ વધ શિક્ષકોને માર્ગદર્શન આપવા બોલાવેલી બેઠક
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારીએ માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં પ્રાથમિક શિક્ષકોમાંથી જે શિક્ષકોની વધ છે. એ શિક્ષકોને વધગધ માટે યોજાનારા કેમ્પ પ્રશ્ને માર્ગદર્શન આપવા માટે આજે તારીખ ૧લી ડિસેમ્બરના રોજ માંગરોળ તાલુકા પંચાયત કચેરીનાં સભાખડમાં ઍક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકામાં કુલ ૪૮ પ્રાથમિક શિક્ષકોની વધ છે. એની સામે ૨૮ શિક્ષકોની ઘટ છે.જેથી ૨૦ શિક્ષકોની વધ છે. સરકારે જણાવ્યું છે કે ધોરણ ૧ થી ૬ નાં વર્ગમાં એક પણ જગ્યા ખાલી ન રહેવી જોઈએ એનું ધ્યાન રાખવા તાકીદ કરી છે.આવતી કાલે તારીખ ૨ જી ડિસેમ્બરના રોજ વધઘટનો કેમ્પ કામરેજ, BRC ભવન ખાતે યોજાનાર છે. એ પહેલાં માંગરોળ તાલુકાના વધ શિક્ષકોને વધઘટ કેમ્પમાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવા માટે માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી કેતનભાઈ ચૌધરીએ આ બેઠક બોલાવી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં રાજુભાઇ, અશ્વિનભાઈ, મનહરભાઈ વગેરેઓ હાજર રહ્યા હતા.