માંગરોળનાં ઝંખવાવ ગામે ચારરસ્તા ખાતેનાં પીક અપ બસ સ્ટેન્ડની કાયા પલ્ટ કરતું ફોર સ્લીપ મેટ્રેસ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે મુખ્ય બજારમાં અને ભરચક વાહનોથી ધમધમતા ચારરસ્તા ખાતે પીક અપ બસ સ્ટેન્ડ ઉભા કરવામાં આવેલા છે. આ બે પીક અપ બસ સ્ટેન્ડમાંથી ચારરસ્તા ખાતેનું બસ સ્ટેન્ડ મુસાફર જનતા માટે ખૂબ જ ઉપયોગ બસ સ્ટેન્ડ છે. કારણ કે ચારરસ્તા ખાતેથી શામળાજી, નેત્રંગ તરફનાં વાહનો અને માંડવી, બારડોલી, નવસારી, ઉકાઈ, વ્યારા તરફનાં વાહનો જ્યારે માંગરોળ, કોસંબા ,કીમચારરસ્તા, કામરેજ,સુરત તરફનાં વાહનો સતત દોડતાં રહે છે. સાથે જ મોટા ભાગની એસ. ટી. બસો પણ ચારરસ્તા ખાતેથી જ પસાર થાય છે. ત્યારે ચાર રસ્તા નું બસ સ્ટેન્ડ મુસાફર જનતા માટે ખૂબ જ ઉપ યોગી નીવડે એમ છે. પરંતુ આ બસ સ્ટેન્ડની સફાઈ કે મરામત કરવામાં ન આવતાં સારા મુસાફરો બસ સ્ટેન્ડ નો ઉપયોગ કરતા ન હતા.ત્યારે ઝંખવાવનાં નવયુવાન એવા મુસ્તકભાઈ મુલતાનીએ આ પીક અપ બસ સ્ટેન્ડની કાયા પ્લટ કરવાનું નક્કી કરતાં એમણે પોતાની ફોર સ્લીપ મેટ્રેસ કંપની તરફથી આ બસ સ્ટેન્ડની કાયા પલ્ટ કરી નાંખી છે. અત્રે યાદ આપવું જરૂરી છે કે ઝંખવાવ સહિતનો આસપાસનાં વિસ્તારમાં સંપૂર્ણ વસ્તી આદિ વાસીઓની હોય, આ બસ સ્ટેન્ડમાં આદિવાસી સસ્ક્રુતિને ઉજાગર કરતી વાળલી ચિત્રકલાનો ઉપયોગ કરી સમગ્ર બસ સ્ટેન્ડમાં આ ચિત્રો દોરવામાં આવ્યા છે.જેથી આદિવાસીઓની સસ્ક્રુતિ હજુ પણ જીવિત છે. એનો અહેસાસ આદિવાસી પ્રજાને થાય. મુસ્તાક ભાઈ મુલતાનીએ આ કામગીરી કરાવતાં ઝંખવાવ સહિત આસપાસનાં ગામોની પ્રજામાં ભારે વાહ વાહ થઈ રહી છે.મુસ્તાકભાઈ પહેલેથી જ સેવાભાવી સ્વભાવ ધરાવે છે.કોરોનાં મહામારીમાં પણ હજારો માસ્ક, પી પી કિટ્સ વીનાં મૂલીયે આપી એક ઉમદા કામ કર્યું છે.