કાશ્મીરમાં યુરોપિયન સાંસદો, નરેન્દ્ર મોદી સરકારનો ઇરાદો શું છે?

Contact News Publisher

યુરોપીય સંઘના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયું છે. આ મુલાકાતને બિનસરકારી ગણાવાઈ રહી છે.

કેટલાક લોકોએ આ મુલાકાતનું સમર્થન જરૂર કર્યું છે પરંતુ કેટલાક વિશ્લેષકો અનુસાર આ સાંસદોને કાશ્મીર જવાનું નિમંત્રણ આપીને ભારત સરકારે પોતાના પગ પર કુહાડી મારી છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુરોપીય સંઘના સાંસદોની આ મુલાકાત સેલ્ફ ગોલ સાબિત થઈ શકે છે.

પાંચ ઑગસ્ટે જમ્મુ-કાશ્મીરને કલમ 370 અંતગર્ત મળતો વિશેષ દરજ્જો હટાવી લેવામાં આવ્યો હતો. જે બાદ વિદેશી સાંસદોનો આ પ્રથમ પ્રવાસ છે.

ભારત સરકારે 5 ઑગસ્ટથી અત્યાર સુધી માત્ર ભારતીય સાંસદોને જ કાશ્મીર જતા રોકી રાખ્યા હોય એવું નથી પરંતુ વિદેશી મીડિયા અને રાજદૂતોને પણ ખીણમાં જવાની મંજૂરી આપી નથી.

કાશ્મીરની વાસ્તવિકતા જાણતા હશે તે દરેક વિદેશી સાંસદો કાશ્મીર જવાની માગ કરી શકે છે અથવા તેમને આ પ્રવાસથી એ સંકેત મળી શકે છે કે હવે કાશ્મીર જવામાં ભારત સરકાર વચ્ચે નહીં આવે.

જે કાશ્મીર પાકિસ્તાનમાં છે એ ખરેખર કેટલું ‘આઝાદ’ છે?

વૉશિંગ્ટનમાં ભારતીય મૂળના રાજકીય નિષ્ણાત અજિત સાહી કહે છે હવે મોદી સરકાર પર કાશ્મીર જવાની માગ કરનારા અમેરિકન સાંસદો અને માનવાધિકાર કાર્યકર્તાઓનું દબાણ વધશે.

તેઓ કહે છે, “આવનારાં બેથી ત્રણ સપ્તાહમાં તમને અમેરિકન કૉંગ્રેસ તરફથી એ સાંભળવા મળશે કે કૉંગ્રેસના સભ્યો કહી રહ્યા છે કે હવે અમે પણ કાશ્મીર જઈશું.”

તેમનું કહેવું હતું કે યુરોપીય સંઘના સાંસદોના કાશ્મીર પ્રવાસથી અમેરિકાના લોકોમાં એવો સંદેશ જઈ શકે છે કે સરકાર હવે અમેરિકન સાંસદોને પણ કાશ્મીર જવાની મંજૂરી આપશે.

અજિત સાહી કહે છે, “મોદી સરકાર માટે હવે તેમને (અમેરિકન સાંસદોને) રોકવા ખૂબ મુશ્કેલ થઈ જશે, આ તેમના ગળાની ફાંસ બની જશે.”

ભારતે આ મહિનાની શરૂઆતમાં અમેરિકન કૉંગ્રેસમૅન ક્રિસ વાન હોલેનની કાશ્મીર યાત્રાની માગને નકારી દીધી હતી.

માનવાધિકાર પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રના વિશેષ પ્રતિનિધિઓએ ફરિયાદ કરી હતી કે કાશ્મીરની યાત્રાની તેમની દરખાસ્ત નકારી દીધી હતી.

22 ઑક્ટોબરે અમેરિકન કૉંગ્રેસની વિદેશ સંબંધી સમિતિના સભ્યોએ વૉશિંગ્ટનમાં એક બેઠક દરમિયાન ભારતીય દૂત પાસેથી કાશ્મીરની સ્થિતિ મામલે સ્પષ્ટીકરણ માંગ્યું હતું.

અજિત સાહી આ બેઠક અંગે કહે છે, “આ મિટિંગમાં એક બાદ એક અમેરિકન કૉંગ્રેસના 20 સભ્યો આવ્યા અને તેમણે ભારત સરકાર ને એટલા કડક સવાલો કર્યા કે ત્યાં હાજર ભારતીય સરકાર સાથે જોડાયેલા લોકો જાણે ચૂપ થઈ ગયા.”

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *