સુરત જિલ્લા સંગઠનમાં માંગરોળ તાલુકામાંથી જેમની નિમણુંક થઈ છે, એમનું કરાયેલું સન્માન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા સંગઠનમાં માંગરોળ તાલુકામાંથી અનિલભાઇ શાહ ( ઉપપ્રમુખ જિલ્લા ભાજપ); અને દીપકભાઈ વાસવાની ( મહામંત્રી જિલ્લા ભાજપ) માં નિમણુંક કરવામાં આવતાં, આ પદાધિકારીઓનું સન્માન કરવા માટે એક કાર્યક્રમ માંગરોળ તાલુકા પંચાયતના સભાખડમાં રાખવામાં આવ્યો હતો. આ પદાધિકારીઓનું તથા તાજેતરમાં સુરત જિલ્લા તકેદારી સમિતિમાં મોસાલીના વિપુલભાઈ પરમારની નિમણુંક કરવામાં આવી છે. આ તમામનું સુરત જિલ્લા ભાજપના માજીપ્રમુખ દિલીપસિંહ રાઠોડ તથા કાર્યકર્તાઓ દ્વારા ફુલહાર પહેરાવી અને પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માન કરી, શુભેચ્છા પાઠવવામાં આવી જ્યારે જિલ્લા તકેદારી સમિતિના સભ્ય વિપુલભાઈ પરમારનું નવા નિમાયેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તથા મહામંત્રી દ્વારા સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી તદ્ઉપરાંત કાર્યકર્તાઓએ મોસાલી ચોકડી ખાતે ફટાકડા ફોડીને આ નિમણુકને ખુશીની સાથે આવકારી હતી.