આવતીકાલે સોનગઢ તાલુકામાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અંદાજે રૂપિયા ૨.૫૫ કરોડના વિકાસ કામોનો ખાતમુહર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સોનગઢ તાલુકામાં તા.૨૮/૧૧/૨૦૨૦ના રોજ આદિજાતી વિકાસ,વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સવારે ૧૦.૦૦ કલાકે બુધવાડા ખાતે વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલ જમીનના સનદ વિતરણ તથા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બોરદા મેઈન રસ્તાથી બુધવાડા ગામ જતો ૬.૦૦ કિ.મી. રસ્તો રૂ.૧૮૦ લાખના રસ્તાનું અને શેરૂલા બોરદા મેઈન રસ્તાથી જુની કુઈલીવેલ ગામ જતો ૧.૫૦ કિ.મી. રસ્તો રૂ.૫૨.૫૦ લાખ મળી રૂ. ૨૩૨.૫૦ લાખના રસ્તાના કામોનું ખાતમુહર્ત તેમજ બપોરે ૧૫.૦૦ કલાકે સી.ડી.પી..૫ યોજના હેઠળ ઉકાઈ ખાતે રૂ.૨૨.૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ગ્રામ પંચાયતના નવ નિર્મિત ભવનનો લોકાર્પણ વિધિ કાર્યક્રમ યોજાશે.