માંગરોળ તાલુકાનાં તરસાડીમા આવેલા ડો. બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ભારતીય સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબા તરસાડી ખાતે આવેલી ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભીમ સેનીકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કોસંબાનાં અનુસૂચિતજાતિનાં આગેવાન અને રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ તથા ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ કાંતિલાલ એન પરમાર, બાબા સાહેબ આંબેડકર ફાઉન્ડેશનનાં પ્રમુખ કિસન ભાઈ સોલંકી, તરસાડી નગરપાલિકા સભ્ય અરવિંદ ભાઈ કટારીયા, અમૃતભાઇ પરમાર પ્રમુખ, રાષ્ટ્રીય વંચિત લોકમંચ, ગુજરાત પ્રદેશ, તેમજ ધનજીભાઈ સોલંકી અને ખૂબ મોટી સંખ્યામાં ભીમ સનીકોએ હાજરી આપી હતી. પ્રથમ તમામ હાજરભાઇઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરને પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી, ત્યાર પછી, મોજે કુવરદા નાયલોન કોલોની પાસે આવેલા ડો બાબા સાહેબ આંબેડકર સંવિધાનભવન ખાતે ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભારત દેશ મહાન સંવિધાન ઉપર પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી. સંવિધાન દિવસની હાર્દિક શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા.