આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સોનગઢ દ્વારા ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ સોનગઢ ખાતે આદિવાસી સાર્વગી વિકાસ સંઘ(લોક સંગઠન) દ્વારા 26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જે કાર્યક્રમમાં સંગઠનના કારોબારીઓ ,પ્રતિનિધિઓ તથા અમુક સભ્યો હાજર રહ્યા હતા.જેમાં પ્રતિનિધિ એવા ગુમાનભાઈ, વીનેશભાઈ , જશોનાબેન, ટીનાબેન, ચીમનભાઈ તથા સભ્યો સેવંતીબેન, નિલેશભાઈ પણ આ કાર્યક્રમ માં જોડાયા હતા. આ સમગ્ર ઉજવણી કાર્યક્રમનું આયોજન સંગઠનના હોદેદારો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બંધારણના આમુખનું વાંચન કર્યું તેમજ ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ હાર ચઢાવી સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. સાથે કાર્યક્રમમાં હજાર તમામ વ્યક્તિને સંવિધાનની નકલ આપવામાં આવી અને સંગઠનના સભ્ય સેવંતીબેન દ્વારા આમુખનું બધાને વાંચન કરાવ્યું અને આમુખની સમજ પુરી પાડવામાં આવી હતી. સાથે સેવતીબેન દ્વારા બંધારણીય દીને યુવાનોને માટે પ્રેરણાદાયી વાત મુકવામાં આવી કે વર્તમાન સમયમાં આમુખ શુ છે ,આમુખનું મહત્વ શુ છે એ યુવાનો એ વધુ સમજવું પડશે અને બંધારણ સમજી પોતાના અધિકારો ,હક્કો મેળવતા થાય એના માટે યુવાનો વધુમાં વધુ તૈયાર થાય એ માટે પ્રેરણા આપવામાં આવી સાથે સમગ્ર દેશવાસીઓને સંગઠન વતી 26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી.