તારીખ ૨૬મી નવેમ્બર એટલે ડૉ વર્ગીસ કુરિયનની જન્મ જયંતી જેને ૨૦૧૪ થી નેશનલ મિલ્ક ડે તરીકે ભારત દેશમાં ઉજવવામાં આવે છે : સુમુલમાં કરાયેલી ઉજવણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ ૨૬ મી નવેમ્બર એટલે ડૉ વર્ગીસ કુરિયનની જન્મ જયંતી જેને ૨૦૧૪ થી નેશનલ મિલ્ક ડે તરીકે ભારત દેશમાં ઉજવવામાં આવે છે, ડો.વર્ગીસ કુરિયનની સુમુલ ડેરી દ્વારા ઉજવણી કરવામાં આવી છે.
ભારતની ઇકોનોમીમાં આજે પશુપાલન વ્યવસાયે ભારતમાં દશ કરોડ થી વધુ લોકોને આત્મનિર્ભર બનાવ્યા અને આશરે પંદર લાખ કરોડ રૂપિયાનો કુલ વ્યાપાર સાથે દેશની ગ્રામ્ય જીવાદોરી છે તથા તેનાથી સંકળાયેલા તમામને રોજગારી મળી રહી છે. સુમુલના ચેરમેન માનસિંહભાઇ પટેલ અને નિયામક મંડળના સભ્યો, ખાસ કરીને સુરત ડીસ્ટ્રીકટ બેંકના ચેરમેન નરેશભાઈ, પલસાણા તાલુકાના ભરતસિંહ ભાઇ, કુકરમુન્ડાના સઁજય ભાઇ, વ્યારા તાલુકાના સિદ્ધાર્થ ભાઇ, ડોલવણ તાલુકાના શૈલેષભાઇ, સંસ્થાના માજી એમ.ડી. ડૉ. પાંડે અને સુમુલના એમ.ડી. સવજીભાઈ વગેરેઓએ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા સંસ્થાના ચેરમેન માનસિંહભાઇએ તમામ કર્મચારીઓને પશુપા લકો અને ગ્રાહકોના હિતમાં કામ કરવા હાકલ કરી હતી અને તે માટે ડૉ. કુરિયનના જીવનમાં અપના વેલા સિદ્ધાંતો અપનાવી કાર્યો થાય તો ગ્રાહક અને પશુપા લક વચ્ચેનો સેતુ બની અસરકારક કાર્યો કરી તેઓને ફાયદો થાય એ રીતે કામ કરવા જણાવ્યું હતું.