વ્યારા ખાતે સંવિધાન દિન ઉજવણી નિમિત્તે વિકાસ કમિશ્નર એ.જે.ઠક્કરની ઉપસ્થિતીમાં બંધારણીય રીતે કાર્ય કરવા સૌ સંકલ્પબંધ થયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : વિકાસ કમિશ્નર એ.જે.ઠક્કરની ઉપસ્થિતીમાં વ્યારા ખાતે કલેક્ટર કચેરીના સભખંડમાં સંવિધાન દિન ઉજવણી નિમિત્તે સંવિધાન આમુખનું વાંચન કરાયું હતુ. અધિક કલેક્ટરશ્રી બી.બી.વહોનીયાએ બંધારણના આમુખનું વાંચન કરાવ્યું હતું. આ પ્રસંગે બંધારણીય રીતે કાર્ય કરવા સૌ સંકલ્પબંધ થયા હતા. આ પ્રસંગે કલેક્ટર આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘ, પોલિસ વડા સુજાતા મજમુદાર, નગર પાલિકા પ્રમુખ મહેરનોષ જોખી સહિત અધિકારી/કર્મચારીઓએ ઉપસ્થિત રહી
” અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમજ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમજ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દ્રઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ ૨૬મી નવેમ્બર, ૧૯૪૯ના રોજ આ બંધારણ સભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.” ના શપથ લીધા હતા.
…….