આવતીકાલે વિકાસ કમિશ્નર એમ.જે. ઠક્કર ઉચ્છલ તાલુકાની મુલાકાતે : લોકો રૂબરૂમાં મળી તેમની રજુઆત કરી શકશે
Contact News Publisher
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :– ગુજરાત સરકારના વિકાસ કમિશ્નર અને સચિવશ્રી ઉચ્છલ તાલુકોશ્રી એમ.જે. ઠક્કર તા.૨૬/૧૧/૨૦૨૦ના રોજ ઉચ્છલ તાલુકાની મુલાકાત લેનાર છે. આ દરમિયાન તેઓ લોકપ્રશ્નો પણ સાંભળશે. ઉપરાંત મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે વિકાસશીલ તાલુકાની સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહી ઉચ્છલ તાલુકામાં વિવિધ યોજનાઓ અંતર્ગત હાથ ધરાયેલ વિકાસ કામોની સમીક્ષા પણ કરશે. આથી ઉચ્છલ તાલુકાના પ્રજાજનોએ કોઈ રજુઆત કરવી હોય તો ઉપરોક્ત સ્થળે ૧૨.૩૦ થી ૧.૩૦ સમય દરમિયાન ઉપસ્થિત રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
..