માંગરોળ તાલુકાના ૨૪ હજાર કરતાં વધુ રેશનકાર્ડ ધારકોને આજથી નવમી વાર વિનામૂલ્યે અનાજ આપવાનું શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માર્ચ માસમાં કોરોનાની મહામારી ઉભી થતાં સરકાર તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવતાં અનેક કામ ધધા, મજૂરી કામ બંધ થઈ જતાં ગરીબ મજૂરવર્ગની સ્થિતિ દયનીય બની હતી. આ વખતે આ વર્ગને બે ટક ખાવા માટે પણ ફાફા પડતાં હતા.ત્યારે સરકારે આવા પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી હતી. ત્યારથી આજદિન સુધી દર મહિને વિનામૂલ્યે અનાજ આપવામાં આવે છે. આજે નવમી વાર માંગરોળ તાલુકાના ૨૪ હજાર કરતાં વધુ રેશનકાર્ડ ધારકોને તાલુકાની ૫૦ સસ્તા અનાજની દુકાનો ખાતેથી વહેલી સવારથી જ અનાજ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. માંગરોળ મામલતદાર કચેરીનાં પુરવઠા વિભાગના નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમારે જણાવ્યું કે તાલુકાની ૫૦ દુકાનો ખાતે અગાઉથી માંગરોળ તાલુકાના અનાજ ગોડાઉન ખાતેથી અનાજ મોકલી આપવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ દુકાનો ખાતે રેશનકાર્ડ ધારકો અનાજ લેવા માટે આવી પોહચ્યા હતા.