માંગરોળ : DGVCL કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતો માંગરોળ ખેતીવિષયક વીજફીડર જર્જરીત, એચટી વિજલાઈન અને ટીસીઓ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ કાર્યપલક ઈજનેર કક્ષાની DGVCLની કચેરી કાર્યરત છે,આ કચેરીમાં મોસાલી વીજ સબસ્ટેશન આવેલું છે. જેમાંથી તેર જેટલાં હાઇ ટેનશન વીજ ફીડરો ઉભા કરી, તાલુકાનાં ગામોની પ્રજાને ઘર વપરાશ અને ખેતીવિષયક સહિતનાં ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડવામાં આવે છે. જેમાં માંગરોળ ખેતીવિષયક વીજફીડરનો સમાવેશ થાય છે. આ વિજફીડર જર્જરીત હોય આ એચટી વિજફીડર અને ટીસીઓ ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જશે. એવી હાલત ઉભી થવા પામી છે. આ પ્રશ્ને ખેડૂતોએ અનેકવાર DGVCL કચેરીને રજુઆત કરી છે,છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વીજફીડરની લાઈન જર્જરીત હોય ખેડૂતોને પુરેપુરા આંઠ કલાક વીજપુરવઠો મળતો નથી. વીજલાઈન જર્જરીત હોવાથી વારંવાર ફોલ્ટ થતાં વીજપુરવઠો બંધ થઈ જાય છે. આ વીજફીડર ઉપર માંગરોળ, આમનડેરા, ગીજરમ, આકળોદ ગામોનાં ખેડૂતોને ખેતીવિષયક વીજ જોડાણો આપવામાં આવેલા છે. હાલમાં શિયાળાની મૌસમ શરૂ થઈ છે. ત્યારે ખેડૂતો શેરડી,શાકભાજી સહિતનાં પાકોની ખેતી કરશે ત્યારે ખેતીનાં પાકો માટે પાણીની જરૂર પડશે. પણ વીજપુરવઠો નિયમિત મળશે તો જ ખેતીનાં પાકો કરી શકાશે એમ ખેડૂતો જણાવી રહ્યા છે. માંગરોળ વીજકચેરીના નાયબ ઈજનેર નયનભાઈ ચૌધરી આ વીજફીડર નું સ્મારકામ કરાવે એવી માંગ ખેડૂતોએ કરી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other