માંગરોળ તાલુકાનાં ૧૮૬ મતદાન બુથો ઉપર આજે રવિવારથી મતદારયાદી સુધારણા કાર્યક્રમનો થયેલો પ્રારંભ : સવારથી જ લોકોએ લાભ લેવાનું શરૂ કર્યું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  આજે તારીખ ૨૨ મી નવેમ્બરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે.માંગરોળ તાલુકાનાં ૧૮૬ મતદાન બુથો ઉપર આ કામગીરી તારીખ ૨૨,૨૯ મી નવેમ્બર અને તારીખ ૬,૧૩ ડિસેમ્બર આમ કુલ ચાર રવિવાર આ કામગીરી ચાલશે. મતદાન બુથો ઉપર ચાર રવિવાર દરમિયાન મતદારયાદીમા નામ નોંધાવવું,નામ કમી કરવું,નામમાં સુધારો કરાવવો વગેરે કામગીરી કરી આપવામાં આવશે. આ કામગીરી માટે ૧૮૬ બુથ લેવલ ઑફિસરોની અને એમની કામગીરી ઉપર નિરીક્ષણ માટે ૧૭ સેકટર ઑફિસરોની નિમણુંક કરવામાં આવી છે. . હાલમાં કોરોનાં મહામારીનો સમય ચાલી રહ્યો હોય દરેક બુથ લેવલ ઑફિસરોને આરોગ્ય કિટસ પણ આપવામાં આવી છે.સેનેતાઇઝર અને હાથ મોજા પણ આપવામાં આવ્યા છે. બુથો ઉપર સોશિયલ ડિસ્ટરન્સ ની તકેદારી રાખવા બુથ લેવલ ઓફિસરોને મતદારયાદી સુધારણા વિભાગનાં નાયબ મામલતદાર પાયલબેન કથારીયાએ સૂચના આપી આવી છે. આજે સવારે દશ વાગ્યાથી બુથો ઉપર આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.જ્યારે માસ્ટર ટ્રેનર તરીકે માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેરની નિમણુંક કરવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other