માંગરોળ તાલુકાનાં છમૂછલ ગામનાં વતની આત્મારામ પરમારનો વિધાનસભામાં જંગી બહુમતીથી વિજય થતાં કરાયેલું સન્માન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્યની ૧૦૬ ગઢડા – વિધાનસભાની પેટાચૂંટણીમાં માંગરોળ તાલુકાનાં છમુછલ ગામના પનોતા પુત્ર આત્મારામભાઈ પરમાનો જંગી બહુમતીથી વિજય થતા આજ રોજ જલારામ જયંતિ નિમિત્તે પોતાના વતન છમુછલ ગામે પધારતા છમુછલ ગામ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનાં ગ્રામમજનો તરફથી એમનું ઉમળકાભેર આવકાર આપી સ્વાગત સહ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યનાં વનવિભાગનાં સિનિયર કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, મુખ્ય અતિથિ તરીકે હાજર રહી આત્મા રામભાઈ પરમારનું સન્માન કર્યું હતું. SMCનાં કોર્પોરેટર અને પુર્વ ચેરમેન, હોસ્પિટલ સમિતિના ડો. રમણભાઈ પરમાર એ જલારામબાપા ની જયંતિ નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતુ.જેમાં છમુછલ ગામના આગેવાનો સર્વશ્રી ડો. રાજેન્દ્ર એ પરમાર (પ્રમુખ – છમુછલ દૂધ મંડળી) સામાજિક આગેવાન મનહરભાઈ પટેલ, સામાજિક કાર્યકર દલપતભાઈ પટેલ, મુસ્લિમ સમાજના આગેવાન ફારૂકભાઈ પટેલ, શિક્ષણ ક્ષેત્રે નામનાં ધરાવતા જીતેન્દ્રભાઈ પરમાર તથા ઉપેન્દ્રભાઈ ,બકુલભાઈ નિમેશભાઈ, બિપીનભાઈ સહિત અનેક ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમ ને સુપેરે પાર પાડયો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other