વ્યારામાં કોવિદ-૧૯ અંતર્ગત કોમ્યુનિટી અવેરનેશ માટે એન.ડી.આર.એફ.ની જાગૃતિ રેલી યોજાઈ
કલેક્ટર આર.જે. હાલાણી અને પોલિસ વડા સુજાતા મજમુદારે રેલીને પ્રસ્થાન કરાવ્યુ
(માહિતીબ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આજે કોવિદ-૧૯ અંતર્ગત કોમ્યુનિટી અવેરનેશ માટે એન.ડી.આર.એફ. દ્વારા આરોગ્ય કર્મચારીઓ,આપદામિત્રોની લોકજાગૃતિ રેલી યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતેથી આ રેલીને કલેક્ટર આર.જે.હાલાણી અને જિલ્લા પોલિસ વડા સુજાતા મજમુદારે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ. રેલીની શરૂઆત પહેલા ઉપસ્થિત સૌએ કોવિદ-૧૯ સામે સાવચેતી રાખી જાગૃત રહેવા બાબતે પ્રતિજ્ઞા લીધી હતી.
જિલ્લા સેવા સદન ખાતેથી એન.ડી.આર.એફ. ૦૬ બટાલીયન ટીમ કમાન્ડરશ્રી પુષ્પરાજસિંહ ત્રિપાઠીની આગેવાની હેઠળ આમ જનતાને કોરોના સામેનો જંગ જીતવાનો દઢ સંકલ્પ લઈ સાવચેતી રાખવાનો સંદેશો-માર્ગદર્શન આપતા ” કોરોના વાયરસથી બચવાશુ કરવું, કોરોના વાયરસ સામે ભયથી નહી, સભાનતાથી કામ લો” મહારીના પહેલા અને રોગચાળા દરમિયાની રાખવાની તકેદારીના બેનર-પ્લેકાર્ડ દર્શાવતી આ રેલી વ્યારા નગરના મુખ્ય માર્ગો પર ફરી જુના બસ સ્ટેશન –જનક હોસ્પીટલ–મે ઈન બજાર માર્કેટ થઈને સયાજી ગ્રાઉન્ડ ખાતે પુરી થઈ હતી. આ દરમિયાન કોવિદ-૧૯ સામે સાવચેતી રાખવાનું માર્ગદર્શન આપતા પેમ્ફ્લેટસ/પત્રિકાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખશ્રી મહેરનોષ જોખી, નાયબ પોલિસ અધિક્ષક સર્વશ્રી આર.એલ. માવાણી, શ્રીસંજય રાય સહિત આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચરીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન તાપી ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેક્ટ અધિકારીશ્રી કરણ ગામીતે કર્યુ હતુ.