રાજ્યમાં સૌપ્રથમવાર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કામરેજના મોરથાણા ગામે ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આધુનિક યુગમાં જ્યારે યુવાનો પ્રકૃત્તિથી વિમુખ થઈ રહ્યાં છે તેવા સમયે પ્રકૃત્તિને જાણવા અને માણવાની સાથે પ્રકૃતિને નજીકથી નિહાળી શકે તે માટે ગુજરાતમાં સૌપ્રથમવાર સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ વર્તુળ તેમજ મોરથાણાના પ્રકૃતિપ્રેમી દિગેન પટેલ તથા નરેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામે કુંવરબાની વાડી ખાતે વનસંરક્ષકશ્રી ડો.શશિકુમાર (IFS)ની ઉપસ્થિ તિમાં ‘એગ્રો ફોરેસ્ટ્રી ટુર’ યોજાઈ હતી.આ ટુર અંતર્ગત સમગ્ર દિવસ દરમિયાન આઠ કિલોમીટર ચાલેલી ‘એગ્રો વોક’માં ૪૦ જેટલાં પ્રકૃતિપ્રેમી ખેડૂતો, યુવાનો, તબીબો અને મહિલાઓએ ભાગ લઈને હાયડ્રો પોનિક્સ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, ઔષધિય વનસ્પતિઓ, કાઉ કડલિંગ, ચંદન અને નીલગીરીની ખેતી, ફ્રુટ ફોરેસ્ટ, એગ્રો ફોરેસ્ટ્રી, ગ્રામ્ય જીવનશૈલી, કિચન ગાર્ડન જેવા વિવિધ પાસાઓ અંગેની તલસ્પર્શી જાણકારી અને માર્ગદર્શન મેળવ્યું હતું. ઓર્ગેનિક ફાર્મિંગ,સેન્ડલ વુડ ફાર્મિંગના ફાયદાઓ જણાવી યોજવામાં આવી હતી.આ પ્રસંગે ટુરમાં ભાગ લઈ રહેલા પ્રકૃત્તિપ્રેમીઓને માર્ગદર્શન આપતાં ડો.શશિકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌપ્રથમ સુરત જિલ્લામાં એગ્રો ફોરેસ્ટ્રી ટુર યોજાઈ છે. જેમાં યુવાનોથી લઈ પ્રગતિશીલ ખેડૂતો તેમજ મહિલાઓને પણ એગ્રો ફોરેસ્ટ્રી અંગે યોગ્ય જાણકારી સાથે આ ક્ષેત્રમાં પદાર્પણ કરી સમૃદ્ધ બને તેવો આશય રહેલો છે. પરંપરાગત કૃષિ પદ્ધતિ વિશે તેમજ શાકભાજી હાર્વેસ્ટિંગ, ગ્રામ્ય જીવન શૈલી, જમીનના પ્રકારો જેવી પ્રત્યક્ષદર્શી માહિતી પૂરી પાડવામાં આવી છે. ટુર દરમિયાન પ્રકૃત્તિના સાંનિધ્યમાં ભોજનના આનંદ સાથે રમતો રમાડવામાં પણ આવી હતી. ડિસ્કનેક્ટ ટુ કનેક્ટ, ડિજિટલ ડેટોક્ષ જેવી નવીન પહેલ દ્વારા જ્ઞાનવર્ધન કરાયું હતું. ખેતી તેમજ એગ્રો ફોરેસ્ટ્રીમાં વોટર મેનેજમેન્ટનું મહત્વ જરૂરી હોય છે, જેથી પાણીના ઓછા ઉપયોગથી વધુ ઉત્પાદન મેળવવાની પદ્ધતિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ડો.શશિકુમારે પોતાના જન્મદિને સ્થાનિક પ્રજાતિનો છોડ વાવી તેનો ઉછેર કરવાંનો સંકલ્પ લઈ જન્મદિનની ઉજવણી કરવાંનો પણ અપીલ કરી હતી. યુવા તજજ્ઞશ્રી દિગેન પટેલે કુંવરબાની વાડીમાં ઉછરી રહેલાં આંબા, સુખડ ચંદન, રતાળુ, લાલ કેળા, સફરજન,બુશ પીપર, લક્ષ્મણ ફ્રુટ, ચીકુ, ફણસ, હળદર, બ્લેક બેરી, બ્લેક મેંગો, પાલમા મેંગો, વ્હાઈટ અને રેડ જાંબુ, શેતુર, લોગાન, કોકો, મોંબિન, લોગાન, કોકો, થાઈલેન્ડ આમળા જેવા વૃક્ષો, ફ્રુટ પ્લાન્ટ અંગે, તેના ગુણધર્મો અને ઉછેરવાની રીતો અંગે વિગતવાર જાણકારી આપી હતી. આ સાથે યોગશિક્ષકશ્રી નિલેશભાઈ લાડ દ્વારા યોગના વિવિધ આસનો કરાવી સ્ટ્રેસ મેનેજમેન્ટને પણ આવરી લેવામાં આવ્યું હતું.આ પ્રસંગે સુરત સામાજિક વનીકરણ વિભાગના DFO એમ.એસ.કટારા, કામરેજના RFO પંકજ ચૌધરી, બારડોલીના RFO ભાવેશભાઈ રાદડિયા, મોરથાણા ગામના અગ્રણી પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્રભાઈ પટેલ (ભીખાભાઈ), ફોરેસ્ટર એ.બી.ચૌધરી, નરેન્દ્રભાઈ કંથારિયા,પી.બી.હડિયા, ડો.આશાબેન સહિત સામા જિક વનીકરણ વિભાગના અધિકારીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લ