વઘઇ નજીક ભિલીયા ડુંગર ઉપર આવેલ હનુમાન દાદાના સ્થળે લાભ પાંચમ નિમિત્તે હવન કરવામાં આવ્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ઈન્ટરનેશનલ સિઘ્ધાશ્રમ લન્ડન હેરો અને ગુજરાત વાઘલધરાના સનાતન ધર્માચારી પૂજ્ય રાજ રાજેશ્વર ગુરુજીની પ્રેરણાથી લાભ પાંચમ નિમીત્તે શાશ્વત બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત પરંપરા મુજબ હનુમાનજી દાદાના પવિત્ર સ્થાને હવન કરવામાં આવ્યો. હવનમાં ગામેગામથી ડાંગના આદીવાસીઓ આવ્યા હતા. સમગ્ર હવનનું આયોજન ઈન્ટરનેશનલ સિઘ્ધાશ્રમ લન્ડન હેરો અને ગુજરાત વાઘલધરાના સનાતન ધર્માચારી પૂજ્ય રાજ રાજેશ્વર ગુરુજીના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યું હતું. અને ડાંગ જીલ્લાના ભિલીયા ડુંગર હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ અને ગીરાધોધ આંબાપાડા ના પ્રતિનિધિ ઓ હાજર રહ્યા હતા.
આ પવિત્ર પ્રસંગે ભિલીયા ડુંગર ઉપર આવેલ હનુમાન દાદા ના સ્થાને ભવ્ય મંદિર ગૌશાળા, સિધ્ધ હનુમાન સેના જેવા પવિત્ર સંકલ્પ ઈન્ટરનેશનલ સિઘ્ધાશ્રમ લન્ડન હેરો અને ગુજરાત વાઘલધરાના સનાતન ધર્માચારી પૂજ્ય રાજ રાજેશ્વર ગુરુજી દ્વારા કરવામાં આવ્યા છે. અને બહુ જ ટૂંકા સમયમાં આ સંકલ્પ પરિપૂર્ણ કરવામાં આવશે.