વાંકલ ખાતે દિવાળી પર્વ નિમિત્તે બજારમાં ભારે ભીડ જોવા મળી  

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે સવારથી જ ખરીદી અર્થે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.દિવાળીનાં તહેવારને હવે ગણતરીનાં જ દિવસો બાકી છે ત્યારે દર શુક્રવારે વાંકલ ખાતે હાટબજાર ભરાતો હોય છે.નાંદોલા,ધોળીકુઇ,આમખુટા,વેરાકુઇ તેમજ આજુબાજુનાં ગામનાં લોકો ખરીદી અર્થે અહીં આવતાં હોય છે.ત્યારે સવારથી જ લોકો મીઠાઇ,ફટાકડા,રંગોળી માટેના રંગ,શાકભાજી,કપડાંની ખરીદી કરતાં જોવા મળ્યા હતાં.
આ વર્ષે કોરોનાનો કહેર હોવા છતાં દર વર્ષે કરતાં આ વર્ષે લોકોની ભીડ મોટાં પ્રમાણમાં જોવા મળી હતી.લોકોએ મોડી સાંજ સુધી ઉત્સાહભેર ખરીદી કરી હતી.જો કે માણસોની ભીડ વધુ હોવાને કારણે બજારમાં ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા હતાં.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other