દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાની લુમ રાખવા-વેચવા કે ફોડી શકાશે નહી :  અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસર સબંધે સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ સુચનાઓ/માર્ગદર્શિકાના ચુસ્ત અમલ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.બી.વહોનીયા દ્વારા આગામી દિવાળીના તહેવારો સંદર્ભે જાહેર નામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
જે મુજબ દિવાળીના તહેવારો દરમિયાન સીરીઝ સાથે જોડાયેલ એટલે કે ફટાકડાની લુમ રાખવા-વેચવા કે ફોડી શકાશે નહી. હાનિકારક પ્રદુષણ રોકવા માત્ર PESO સંસ્થા દ્વારા માન્ય બનાવટ વાળા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે. ફટાકડાના બોક્ષ પર PESO ની સુચનાનું માર્કિંગ હોવું જરૂરી છે. ઈ-કોમર્સ વેબસાઈટ, ફ્લીપકાર્ટ, એમેઝોન સહિતની કોઈ પણ વેબસાઈટ દ્વારા ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર આપી શકાશે નહી. આ જાહેરનમાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી હેડકોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને અધિકૃત કરવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other