૨૫મીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે : માંગરોળમાં માંડવી પ્રાંત અધિકારી હાજર રહેશે

ફાઈલ ફોટો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ તાલુકા સ્વાગત કાર્યક્રમ તા. ૨૫મીએ અને તા. ૨૬મીના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશેતા.૨૫મીના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે સૂરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી બારડોલીમાં તથા સુરત ગ્રામ્યના ઈ પોલીસ અધિક્ષક પલસાણા તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે.આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૫મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારી ઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિકત રહેશે. જેમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટીપ્રાંત અધિકારી, ઓલપાડ તાલુકામાં નાયબ કલેકટર ઓલપાડ પ્રાંત, બારડોલી તાલુકામાં નાયબ કલેકટર બારડોલી પ્રાંત, કામરેજ તાલુકામાં નાયબ કલેકટર કામરેજ પ્રાંત, માંગરોળ તાલુકામાં નાયબ કલેકટર માંડવી પ્રાંત, પલસાણા તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત), ચોર્યાસી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ), માંડવી તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી, સુરત, ઉમરપાડા તાલુકા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી(વિકાસ), મહુવા તાલુકામાં નિયામક, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા(સ્પીપા)સુરતના અધિકારીઓ હાજર રહેશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other