નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા માંડવીના કરવલી ખાતે ક્લિન વિલેજ-ગ્રીન વિલેજ અને કોરોના જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના ઉપક્રમ નેહરૂ યુવા કેન્દ્ર, સુરતના એક્શન યુવા ગૃપ અને યુવા ગૃપ, કરવલી દ્વારા માંડવીના કરવલી ‘ક્લિન વિલેજ-ગ્રીન વિલેજ’ અને ‘કોરોના જાગૃતિ અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં યુવામાં પર્યાપ્ત પ્રમાણમાં રહેલી ઉર્જાને વિકસાવવા, કોરોના સમયે સેનિટાઇઝર અને માસ્કનો અવશ્ય ઉપયોગ કરવા સાથે વિવિધ યોજનાઓ- આયુષ્યમાન ભારત કાર્ડ, ફ્રિ-શીપ કાર્ડ, બાંધકામ શ્રમયોગી કલ્યાણ જોબકાર્ડ, ખેતી વિષયક યોજના, રમત-ગમત, કેરિયર, રક્તદાન જાગૃતિ વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બેંક ઓફ મહારાષ્ટ્રના બલ્લુભાઇ ચૌધરી, ધર્મેશભાઇ ચૌધરી, સરપંચ રામુભાઇ ચૌધરી, માજી.સરપંચ દલસીંગભાઇ ચૌધરી, અશોકભાઇ, મોહનભાઇ ચૌધરી ઉપસ્થિત હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરતના નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા સંયોજક સચિનભાઈ શર્મા માર્ગદર્શન હેઠળ કરવલી ગામના યુવાની ઉર્જાને પ્રધાન કરનાર જીતેન્દ્રભાઇ એમ. ચૌધરી અને એક્શન યુવા ગૃપના વિજયભાઈ વસાવા અને યુવા ગૃપ કરવલીએ ફાળો આપ્યો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other