વઘઇ ભેંસકાતરીથી વ્યારાને જોડતા બિસ્માર માર્ગથી સ્થાનિક લોકો સહિત પ્રવાસીઓ હેરાન પરેશાન
સ્થાનિક લોકો દ્વારા આ રોડ નું નવીનીકરણ કરવામાં ન આવે તો ગાંધી ચિન્હ માર્ગ રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા. 9 વધઇ ભેંસકાતરીનાં લોકો દ્વારા તંત્રને વારંવારની રજુવાતો કરવા છતા વઘઇ ભેંસકાતરીથી વ્યારાને જોડતો માર્ગ હજી પણ બિસ્માર અવસ્થામાં જ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે.આ માર્ગ પર આવેલ માયાદેવિ માતાનું મંદિર તથા શબરીધામ મંદિરને યાત્રાધામ તરિકે વિકાસ કરવા માં આવી રહ્યો છે ત્યારે માર્ગ ને રિકાર્પેટ કરવાની તાતી જરૂરિયાત વર્તાઇ રહી છે.આ માર્ગ ને તાકીદ ન કરવામા આવે તો આ વિસ્તાર ના લોકો આંદોલન કરવાનુ વિચારી રહ્યા છે.
સરકાર અંતરિયાળ વિસ્તારના માગીને ડામર રોડ બનાવી મુખ્ય માર્ગ સાથેજોડવા લાખો કરોડો રૂપિયા નુ આંધણ
કરી રહીછે છે, ત્યારેડ ડાંગ જિલ્લાના અંતરિયાળ માર્ગીને ડામર રોડ બનાવવાની વાત તો ઠીક છે પણ જે ડામર રોડ છે એનુ નવીનીકરણ કરવાનુ ત પણ કરવા માં આવતું નથી ત્યારે વઘઇ ભેંસકાતરીથી વ્યારાને જોડતો માર્ગ છેલ્લાં કેટલાય સમય થી ખખદધજ બન્યો છે આ માર્ગ માથી પસાર થવુ એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે આ માર્ગ ને રિકાર્પેટ કરવા સ્થાનિક લોકોએ તંત્રને વારંવાર રજુઆત કરી છે.
લોક દરબારમા પણ આ પ્રશ્ન અવારનવાર ચર્ચાતા માર્ગ રિકાર્પેટ કરવાની ઉચ્ચ અધીકારીઓએ ખાત્રી આપી હતી પરંતુ રોડ રિકાર્પેટના નામે વાયદાના વેપાર સિવાય કશુ થયુ નથી આ માર્ગ ઉપર આવેલ માયાદેવિ મંદિર ને યાત્રાધામ તરિકે વિકસાવવાની તૈયારીચાલે છે ત્યારે માર્ગ નુ નવીનીકરણ ન થાય તો મંદિર ને યાત્રાધામ તરીકે વિકસાવવાનો અર્થ સાર્થક થશે ખરો?
આ ઉપરાંત આ માર્ગ પર મહાલનુ જોવાલાયક જંગલ અને સુપ્રસિદ્ધ સબરી માતાનું મંદિર પણ આવેલ છે ત્યાં પર્યટકો વઘઇ ભેંસકાતરી માર્ગ થઇ મહાલનુ જંગલ તથા શબરીધામના દર્શને જાય છે પરંતુ બિસ્માર માર્ગને કારણે હેરાન પરેશાન થઇ જાય છે. કેટલાય લોકો જંગલ તથાશબરીધામના દર્શને જવાનુ ટાળી રહ્યા છે. સ્થાનિક આદિવાસીઓ પણ હેરાન થઇ ગયા છે કારણ કે ઉક્ત વિસ્તારના ખેડુત લોકો શાક્ભાજીનો પાક લે છે
અને જેના વેચવા માટે સુરત તરફ આવે છે પરંતુ આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી ભારે મુશ્કેલી અનુભવે છે.ત્યારે આ માર્ગ નુ નવીનીકરણ ન થાય તો સ્થાનિક રહિસો ગાંધી ચિન્હા માર્ગ રસ્તા રોકો આંદોલન નુ શસ્ર ઉગામે તેવી શક્ય્તા વર્તાય રહી છે .સ્થાનીક આગેવાન અસ્પી મીરઝા એ જણાવ્યું કે ડાગ વહિવટી તંત્ર ને વારંવાર રજુવાતો માં આવી કેઆ માર્ગને નવીનીકરણ કરવામાં આવે અને આ માર્ગ મામ સ્ટેટને સોપવામાં આવે દેશની આઝાદીનાં આટલા આટલાવષો વિતયા બાદ પણ ડાંગ વહિવટી તંત્રએ આ માર્ગનાં નવીનીકરણનાં નામે વાયદા ના વેપાર સિવાય કશું જ કર્યું
નથી.
ચંદ્રની ધરતીને પણ શરમાવે એ હદે ખિસ્માર માર્ગતા સમારકામ માટેની સ્થાનિકો દ્વારા કરાતી માગ સામે તંત્રના આંખ આડા કાન : આ માર્ગ માં સ્ટેટને સોંપવાની માંગ કરી રહ્યા છે આ વિસ્તાર નાં લોકો અસમજ માં મુકાયા છે કે વિધાનસભા ની ચૂંટણી પહેલા માનનીય મંત્રી શ્રી ગણપત વસાવા દ્વારા વન પ્રદેશ ડાંગ જિલ્લામાં અનેક ડામર રસ્તા નાં ઉદધાટન કરવા માં આવ્યા ત્યા રે વધઈ થી ભેંસકાત્રી થી વ્યારા જોડતા માર્ગ નું નવીનીકરણ કેમ કરવામાં નથી આવતું જો હવે પછી આ રસ્તા નું નવીનીકરણ કરવા માં ન આવે તો આવનારા જિલ્લા તાલુકા પંચાયત નો બહિષ્કાર કરી ગાંધી ચિન્હ માર્ગ રસ્તા રોકો આંદોલન કરવા ની ચિમકી ઉચ્ચારી હતી