તારીખ ૯ થી ૧૫મી નવેમ્બર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે : તા.૨૨ અને ૨૯ નવેમ્બર તથા તા. ૬ઠ્ઠી અને ૧૩મી ડિસેમ્બરે ખાસ ઝુંબેશ
મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ’ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેની માહિતી આપવા ઈ.જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.૧/૧/૨૦૨૧ની લાયકા તની તારીખના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો મતદાર યાદી નામ નોંધાવી શકશે. તા.૯/૧૧/૨૦૨૦ થી તા.૧૫/૧૨/૨૦ દરમિયાન મતદારો પોતાના મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે. તા.૧૫/૦૧/૨૦૨૧ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું.ખાસ ઝુંબેશના દિવસો તા.૨૨/૧૧/૨૦૨૦, તા.૨૯/૧૧/૨૦, તા.૬/૧૨/૨૦૨૦ તથા તા.૧૩/૧૨/૨૦૨૦ રવિવારના ખાસ ઝુંબેશના દિવસોમાં સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા દરમિયાન નજીકના મતદાન મથકે બી.એલ.ઓ. હાજર રહીને ફોર્મ સ્વીકારશે. આ માટે મતદારોએ મતદાર યાદીમાં નામ નોધવા, કમી કરવાના નિયત નમૂનાના ફોર્મ ભરી શકશે.સુરત જિલ્લાના ૧૬-વિધાનસભા મતદાર વિભાગોમાં ૪૫૩૪ પોલીંગ સ્ટેશનો છે. ૪૨૦ BLO કાર્યરત છે.મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમોમાં દ્વારા પણ કરી શકાશે. મતદારો www.nvsp.in માં મતદારયાદીમાં નામ છે કે નહી તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરવામાં આવશે. Voter helpline મોબાઈલ એપ્લીકેશન પરથી મતદારયાદીમાં નામ છે કે, નહિ તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકાશે. હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પરથી મતદારયાદી માટેની માહિતી મેળવી શકાશે.સુરત જિલ્લામાં હાલ ૨૩,૮૦૧,૫૭ પુરૂષ મતદારો અને ૨૦,૨૫,૨૯૯ મહિલા મતદારો તથા ૧૦૩ અન્ય મળી કુલ ૪૪,૦૫,૫૫૯ મતદારો નોધાયેલા છે.સુરત જિલ્લાના ૧૬ વિધાનસભાના મતદાર વિભાગ જોઈએ તો ઓલપાડ- ૧૫૫માં ૪૧,૪૯૨૫ મતદારો, માંગરોળ-૧૫૬માં ૨૦૮૪૬૦, માંડવી- ૧૫૭-૨૩૫૩૨૪, કામરેજ- ૧૫૮માં ૪૯,૮૮૪૪, સુરત ઈસ્ટ-૧૫૯માં ૨૦૯૫૬૩, સુરત નોર્થ-૧૬૦માં ૧૬૨૫૮૨, વરાછા રોડ-૧૬૧માં ૨૦૭૯૫૫, કરંજ-૧૬૨માં ૧૭૦૩૬૭, લિંબાયત-૧૬૩માં ૨,૭૬,૪૬૧ મતદારો, ઉધના- ૧૬૪માં ૨,૫૩,૫૪૩ મતદારો, મજુરા-૧૬૫માં ૨,૬૩,૮૫૨, કતારગામ-૧૬૬માં ૩૦૪૪૫૪, સુરત વેસ્ટ-૧૬૭માં ૨૪૩૦૩૪, ચોર્યાસી- ૧૬૮માં ૪,૯૩,૩૭૧, બારડોલી-૧૬૯માં ૨૪૨૦૦૧, મહુવા-૧૭૦ વિધાનસભામાં ૨૨૦૮૨૩ મતદારો મળી કુલ ૪૪,૦૫,૫૫૯ મતદારો નોંધાયેલા છે. પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કૈલેયા, રાજકીય પક્ષોના અગ્રણીઓ, પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
If you want to use the photo it would also be good to check with the artist beforehand in case it is subject to copyright. Best wishes. Aaren Reggis Sela
Thanks
I really like and appreciate your blog post. Really thank you! Want more. Elinore Garrott Zanze
Thanks
After looking over a handful of the blog posts on your blog, I truly like your way of blogging. Gilberte Gavan Reiser
Thanks
After looking at a few of the articles on your web page, I really like your way of writing a blog. Janelle Gamaliel Gallenz
Thanks