સુમુલમાં છેલ્લા પાંચ વર્ષનાં અણઆવડત વહીવટને લીધે તથા સુમુલે વધુ પડતી ખોટી લીધેલી લોનનાં પગલે, આર્થિક સ્થિતિ નબળી પડી છે. જેથી ૨૦ રૂપિયા ઘટાડવાની ફરજ પડી છે : ભાજપે મામલતદારને આપેલું આવેદનપત્ર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  તાજેતરમાં દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા અને સુરત તથા તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી ગણાતી સુરતની સુમુલ ડેરીએ પશુપાલકોને જે દૂધના ભાવો ચુકવવામાં આવે છે એમાં કીલોફેટ દીઠ ૬૯૫ રૂપિયામાં ૨૦ રૂપિયાનો ઘટાડો કરી, કીલોફેટદીઠ ૬૭૫ રૂપિયા કર્યા છે. જે પ્રશ્ને આજે તારીખ ૯ મી નવેમ્બરનાં રોજ પશુપાલકો વતી કેટલાક ચૂંટાયેલા જિલ્લા-તાલુકા પંચાયતના ભાજપનાં હોદેદારો-સદસ્યો તથા આગેવાનોએ રાજ્યનાં રાજ્યપાલને સંબોધીને તૈયાર કરેલું એક આવેદનપત્ર માંગરોળના મામલતદાર ડી. કે. વસાવાને આપ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે સુમુલ ડેરીમાં હાલમાં ચૂંટાયેલા ડિરેક્ટરોએ હજુ ચાર્જ લીધો નથી. જેથી દૂધના ભાવમાં જે ઘટાડો કર્યો છે. એ ગત પાંચ વર્ષમાં જેમણે શાસન કર્યું છે.તેમનાં અણ આવ ડત વહીવટ અને સુમુલ ડેરીએ વધારે પડતી ખોટી લોનનાં દેવાને પગલે સુમુલ ડેરીની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે. પરિણામે સુમુલ ડેરીએ પશુપાલકોને જે ભાવ ચુકવવામાં આવે છે એમાં કીલોફેટ દીઠ ૨૦ રૂપિયા ઘટાડવાની ફરજ પડી છે. આ ભાવ ઘટાડાને પગલે સુરત અને તાપી જિલ્લાના બે લાખ, પચાસ હજાર જેટલાં પશુપાલકોને કીલોફેટ દીઠ ૨૦ રૂપિયા ઓછા મળશે. આ નુકશાન અગાઉના શાસનકર્તાઓ પાસેથી રાજ્ય સરકાર વસુલ કરી પશુપાલકોને અપાવે એવી માંગ આવેદનપત્રનાં અંતમાં કરવામાં આવી છે. આ પ્રસંગે જગદીશભાઈ ગામીત (પ્રમુખ, તાલુકા પંચાયત), ઉમેદભાઈ ચૌધરી (ચેરમેન, કારોબારી સમિતિ), દીપકભાઈ વસાવા ( ચેરમેન, કારોબારી સમિતિ, જિલ્લા પંચાયત), એડવોકેટ મીનાક્ષીબેન મહિડા, અનિલભાઈ શાહ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, ઇશ્વ ભાઈ પરમાર, મુકુંદ પટેલ, સાકીર પટેલ, મનહરભાઈ વસા વા,ભરતભાઈ રાઠોડ સહિત અનેક જિલ્લા-તાલુકા પંચાય તનાં ભાજપના હોદ્દેદારો-સદસ્યો અને પશુપાલકો હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *