વનમંત્રીએ માંગરોળ તાલુકા પંચાયત ખાતે ચૂંટાયેલા પદાઅધિકારી, કાર્યકરોને અને અધિકારીઓને નવા વર્ષની પાઠવેલી શુભેચ્છા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : દિવાળી અને નવુ વર્ષ આવવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હવે દિવાળી અને નવવર્ષ નિમિતે કચેરીઓમાં રજા પડશે. એટલે આજે તારીખ ૯ મી નવેમ્બરનાં રોજ માંગરોળ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં સિનિયર કેબીનેટ વનમંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ, તાલુકા પંચાયત કચેરી ખાતે જિલ્લા – તાલુક પંચાયતનાં ચૂંટાયેલા સદસ્યો તથા પક્ષનાં કાર્યકરો અને અધિકારીઓને મીઠાઈ ખવડાવી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સાથે જ પ્રજાનાં પ્રશ્નો સાંભળી શક્ય એટલા પ્રશ્નનો નો સ્થળ ઉપર નિકાલ કર્યો હતો. સાથે આવનારૂ નવું વર્ષ ફળદાયી નિવડે એવી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જગદીભાઈ ગામીત,દિપક વસાવા, મુકેશભાઈ ચૌધરી, ઉમેદભાઈ ચૌધરી, શાકીરભાઈ પટેલ, અફઝલખાન પઠાણ, અનીલભાઈ શાહ વગેરે હાજર રહ્યા હતા.