સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ થવા સાથે મોતનું કારણ અકબંધ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ગળેફાંસો ખાધેલ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ થવા સાથે મોતનું કારણ અકબંધ રહેતા પોલીસ તપાસનો વિષય બનવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા ના સનરાઈઝ ડુંગર પર શુક્રવારે રાત્રે કોઈ અજાણ્યો ઇસમ નાયલોન ની દોરી સાથે ગળેફાંસો લગાવી રેલિંગ માં લટકી મોત નિપજતા સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાય જવા પામી હતી. મૃતક ની લાશના ફોટો સોસીયલ મીડિયા સહિત પોલીસ સ્ટેશનમાં ફરતા થતા મરણજનાર ટૂંડી તા ઉમરપાડા જિલ્લા સુરત નો રહેવાસી લક્ષમણભાઈ રમણભાઈ વસાવા ઉ 35 ની હોવાની મૃતકના પરિવારે ઓળખી કાઢતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી લાશનું પીએમ કરી પરિવાર ને સોપી હતી.મૃતક યુવક સુરત ખાતે છૂટક મજૂરી તેમજ ડ્રાઇવર નું કામ કરતો હોય તે સાપુતારા કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત કે અપમૃત્યુ થયું તેના થી પરિવાર અજાણ હોવાનું જણાવ્યું હતું. સાપુતારા પોલીસે મૃતકની લાશનું એફ.એસ.એલ.સહિત પીએમ રિપોર્ટ આવ્યા બાદ મરણ નું ભેદ જાણી શકાશે, એમ તપાસકર્તા પીએસઆઈ એમ.એલ.ડામોરે જણાવ્યું હતું.