માંગરોળ પોલીસે બાતમીના આધારે નાની નરોલી ગામે રેડ કરતાં કતલખાને લઈ જવાતી છ ગાય અને એક વાછરડા ને બચાવી લીધા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ પોલીસ મથકનાં પીએસઆઇ પરેશ એચ નાયીને બાતમી મળી કે તાલુકાનાં નાની નરોલી ગામે, ટાવર ફળિયાની પાછળ આવેલ નિઝામ રફીક લુલાતના તબેલામાં કતલ કરવા માટે ગયો લાવીને બાંધી છે.આ ગાયો એક ટાટા ઝેનોન ગાડીમાં ભરીને સુરત ખાતે લઈ જનાર છે. આ ગાડીનો ચાલક ઝંખવાવનો સફરાજ ગુલામઅલી કાગઝી છે.આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરતાં તબેલામાં છ ગયો અને એક વાછરડું બાંધેલું હતું તે મળી આવ્યા હતા .જેની કિંમત ૭૦ હજાર રૂપિયા થાય છે. આસપાસનાં વિસ્તાર માં ગાડીની શોધ ખોળ કરતાં એ મળી આવેલ ન હતી. ખાનગીરાહે પોલીસને માહિતી મળી કે ઝંખવાવ નો સફરાજ ગાડી લઈને ભાગી છૂટ્યો છે. પોલીસે નિઝામ રફીક લુલાત, નાની નરોલી તથા ગાડીનો ચાલક નામે સફરાજ ગુલામઅલી કાગજી આ બંને આરોપી ઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોક્ત પશુઓનો કબજો મેળવી આ પશુઓને પાંજરાપોળ મોકલી આપ્યા છે. આ પ્રશ્ને માંગરોળ પોલીસે એફ આઇ આર દાખલ કરી વધુ તપાસ અમિતભાઇ નવીનભાઈ ચલાવી રહ્યા છે. આ કામગીરીમાં અનિલકુમાર દિવાનસિંહ, અમિતભાઈ નવીનભાઈ, મિતેશભાઇ છકાભાઈ વગેરે ટીમમાં જોડાયા હતા.