ગુજરાતના એક માત્ર ગરીમથક સાપુતારાના સનરાઈઝ હિલ વિસ્તારમાંથી શંકાસ્પદ લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સાપુતારા ખાતે આવેલ સનરાઇઝ પોઈન્ટ ઉપર અજાણ્યા યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે જયારે સાપુતારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવી લાશનો કબજો લઈ તેનાં પરિવારજનોની ઓળખ સહિત કયા સંજોગોમાં આ યુવક અહીં મૃત હાલતમાં પડ્યો તેની તપાસ હાથ ધરી છે.
ગિરિમથક સાપુતારા ના નયનરમ્ય દ્રષ્યો માટે ઓળખાતો સનરાઈઝ પર્વત પર શુક્રવાર ની મોડી રાત્રે આ અજાણ્યા યુવાનને બોથડ પદાર્થથી મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત ના ઘાટ ઉતારી હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.આ ઘટના ને આત્મહત્યામાં ખપાવવા લાશને લાયલોનની દોરી વડે ફાંસો લગાડી હત્યાને છુપાવવા હત્યારાઓએ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સનરાઈઝ ડુંગર ઉપર જતા માર્ગ પર સીસીટીવી કેમેરા લાગેલ હોય ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવીરાજસિંહ જાડેજાએ એફ.એસ.એલ.ની મદદ થી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.હાલતો કોઈ અજાણ્યા ઈસમે માર મારી ગળે ફાંસો આપી હત્યા કરી હોવાની આશંકા સાથે યુવક નાં મોતનું કરણ અકબંધ છે.જેને લઈને સાપુતારા પોલીસે લાશનો કબજો મેળવી પીએમ માટે સામગહન સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી દઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.