સોનગઢ નગરમાં શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનુ ભૂમિપૂજન કરાયું

Contact News Publisher

સુરતથી જીગ્નેશભાઈ પાટીલ અને છોટુભાઈ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  સોનગઢમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ સાથે સમગ્ર હિન્દુ સમાજની વર્ષોથી માંગ હતી કે સોનગઢ ના શિવાજી ચોક માં મહારાજ ની પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવે, લાંબા સંઘર્ષ બાદ તેમની માંગ પૂર્ણ થતા આજરોજ મૂર્તિ માટે સુરત ના જીગ્નેશ પાટીલ અને છોટુભાઈ પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં ભૂમિપુજન કરવામાં આવ્યું.

સોનગઢ નગર ગુજરાત મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલું હોવાથી અહીં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજ વસવાટ કરે છે ,એમની અને તેમની સાથે સમગ્ર સોનગઢમાં વસતા હિંદુ સમાજની વર્ષો જૂની માંગ હતી કે સોનગઢના શિવાજી ચોક પર પૂર્ણ કદની છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ મૂકવામાં આવે,શિવાજી નગર યુવા સંગઠન ની આગેવાનીમાં યોગેશ મરાઠે અને મંડળના સભ્યો દ્વારા અનેકવાર જેને લઇ નગરપાલિકાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા.જેમાં ૧૮ વર્ષના લાંબા સંઘર્ષ બાદ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને સોનગઢ નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યોના સહકારથી અંતે તેમની માંગ સંતોષાઈ જેને લઇ આજરોજ સોનગઢ નગરના શિવાજી ચોક માં યૂથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જીગ્નેશ ભાઈ પાટીલ અને અગ્રણી છોટુભાઈ પાટીલ ની વિશેષ ઉપસ્થિતિમાં મૂર્તિ માટે ભૂમિપુજન કરવામાં આવ્યું. આ લાંબા સંઘર્ષમાં જેમનું મોટું યોગદાન રહ્યું છે એવા વિશ્વાસ ભાઈ દેશલે, જયુભાઈ શિંદે, સતીશ પાટીલ, પ્રાણેશ્વર પાટિલ, રાજુભાઈ ભાવસાર સાથે નગરપાલિકાના પ્રમુખ ટપુભાઇ ભરવાડ, ભાજપ નગર પ્રમુખ અશોકભાઇ પાઠક અને જિલ્લાના મહામન્ત્રી નિતિન મામાએ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે જીગ્નેશભાઈ અને છોટુભાઈ પાટીલ એ સોનગઢ તાપી જિલ્લાના દરેક સમાજના લોકોને આ મૂર્તિ સ્થાપના કાર્યમાં સહભાગી બનવા અને સૌનો સાથ સહકાર લેવા માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે વક્તવ્ય આપતા છોટુભાઈ પાટીલે જણાવ્યું હતું કે શિવાજી મહારાજ એ સમગ્ર દેશના હિન્દુ સમાજને એક કરવામાં અને ટકાવી રાખવામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું તેથી તેમની આ પ્રતિમાને જોઈ આવનારી પેઢી ધર્મ અને સમાજ માટે તેમણે આપેલા યોગદાનને યાદ કરશે જ્યારે કે જીગ્નેશભાઈ પાટીલે જણાવ્યું હતું કે સોનગઢમાં આવેલો કિલ્લો એ શિવાજી મહારાજના રોકાણ સ્થળ રહ્યું છે તેથી તેમની મૂર્તિની સ્થાપના બાદ નગરની શોભામાં ખરેખર અભિવૃદ્ધિ થશે આવનારા છ મહિનામાં અહીં ભવ્ય મૂર્તિની સ્થાપના થશે એવી સંચાલકોએ બાહેંધરી આપી હતી. શિવાજી ચોક પર ટ્રાફિકને કોઈ પ્રકારનું નડતરરૂપ ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *