નિઝરના રૂમકી તળાવ ગામે મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે વિવિધ વિકાસ કામોનો ખાતમુહર્ત વિધિ કાર્યક્રમ યોજાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે તા.૦૮/૧૧/૨૦૨૦ના રોજ બપોરે ૩.૦૦ કલાકે આદિજાતી વિકાસ,વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે વિવિધ વિકાસ કામોનો ખાતમુહર્ત વિધિ કાર્યક્રમ યોજાશે.
ઉલ્લેખનીય છે કે, શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત ફેઝમાં પસંદ થયેલ નિઝર તાલુકાના સાયલા ક્લસ્ટરની પસંદગી કરવામાં આવેલ છે. સદર યોજના હેઠળ કુલ ૧૨ પ્રોજેક્ટ ક્રીટીકલ ગેપ ફંડ(સીજીએફ) હેઠળ રૂપિયા ૧૫ કરોડ તથા ૧૬ પ્રોજેક્ટ ક્ન્વરઝન હેઠળ રૂપિયા ૩૫ કરોડ મળી કુલ રૂપિયા ૫૦ કરોડની રકમ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી છ પ્રોજેક્ટમાં કંસ્ટ્રક્શન ઓફ ગલ્સ હોસ્ટેલ, બોય્ઝ હોસ્ટેલ, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર, કૌશલ્ય વર્ધન કેન્દ્ર, રૂરલ મોલ/હાટ બજાર, ઈ-ગવર્નન્સ કેન્દ્ર અને ટ્રેનીંગ કમ મલ્ટી એકટીવિટી કેન્દ્ર તથા કોમ્યુનિટી હોલનો ખાતમુહર્ત વિધિ કાર્યક્રમ યોજાનાર છે.