તાપી જિલ્લાની “પ્લે એટ હોમ’’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાશે : ૮ થી ૧૩ વર્ષના બાળકો ભાગ લઇ શકશે

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી તાપી સંચાલિત ‘’Play At Home’’ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાનાર છે.
કોવિડ-૧૯ મહામારીને ધ્યાને લેતાં સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાને લેતા ઉક્ત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ A4 સાઇઝના (૮.૩” x ૧૧.૭”) ડ્રોઇંગ પેપર પર પોતાની કૃતિ પોતાના ઘરે તૈયાર કરી તેને માઉનટીંગ કરાવ્યા બાદ જિલ્લા રમત-ગમત કચેરી ખાતે ૨૩/૧૧/૨૦૨૦ થી ૧૧/૧૨/૨૦૨૦ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં મોકલી આપવાના રહેશે. કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. તેમજ આ કૃતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે ( આધાર કાર્ડ/જન્મ તારીખનો દાખલો ) ની અને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ અચુક જોડવાની રહેશે. આ સ્પર્ધા તા.૧૯/૧૨/૨૦૨૦ ના રોજ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવલ કલાભવન, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવશે, આ સ્પર્ધાનો સમય ૧૧ થી ૦૫ કલાક સુધીનો રહેશે, જેમાં સમગ્ર રાજ્યમાંથી આવેલ ચિત્રો પૈકી બેસ્ટ ૩૦ ચિત્રોના સ્પર્ધકોને રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થળ પર ચિત્ર બનાવવાના રહેશે. જે પૈકી ૧૦ વિજેતા પસંદગી કરવામાં આવશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે. તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂi.૨૫૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ.૧૫૦૦૦/-, તૃતીય વિજેતાને રૂ.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦/- (પ્રત્યેકને) મુજબ આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇંગ કીટ) આપવામાં આવશે.
જિલ્લાકક્ષા સ્પર્ધામાં કોઇ વ્યક્તિની મદદ વિના ચિત્ર દોરી આ કૃતિ તારીખ ૧૧/૧૨/૨૦૨૦ સુધી બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત-ગમત કચેરી / જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન પાનવાડી બ્લોક, નં-૬ પ્રથમ માળ તાપી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીને પહોંચતી કરવાની રહેશે. સ્પર્ધા અંગેના નિયમો જે તે પ્રાથમિક શાળામાંથી અથવા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીએ થી મેળવી શકાશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other