તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સીવીલ કોર્ટ ખાતે,કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે સીવીલ કોર્ટ કાર્યરત છે.આ કોર્ટ ખાતે સુરત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.આ માટે માંગરોળ, સીવીલ કોર્ટ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક રૂમ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. રૂમમાં જરૂરી ફર્નિચર સહિત કોમ્યુટર ની સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે. કાનૂની સહાય કેન્દ્રની કામગીરી માટે એક કર્મચારીની નિમણુંક પણ કરી દેવામાં આવી છે. આ કેન્દ્ર ખાતે કોઈ પણ પ્રકારની કાયદાકીય સહાય મળી શકશે. આ કેન્દ્રનો સમય જાહેર રજાના દિવસો સિવાય દરરોજ સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે. આ કેન્દ્ર શરૂ થતાં ગરીબ, નિયત કરેલી વાર્ષિક આવક ધરાવતા,સિનિયર સીટીઝન, મહિલાઓ વગેરે ઓને કાયદાકીય સહાય મળી શકશે. આ કેન્દ્ર શરૂ કર વામાં આવતાં માંગરોળ તાલુકાની જનતામાં આનંદની લહેર પ્રસરી છે. તાલુકા કાનૂની સેવા સત્તા મંડળે જરૂરિયાત મંદોને આ કેન્દ્રનો લાભ લેવા જણાવ્યું છે.