આહવા એસટી વિભાગે દિવાળી પર્વને ધ્યાને રાખી ત્રણ એકસ્ટ્રા બસ શરૂ કરતા પ્રવાસીઓમાં ખુશ વ્યાપી જવા પામી છે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : હાલ દિવાળી અને નવા વર્ષ પર્વ ને માત્ર ગણતરી ના દિવસો બાકી રહ્યા છે જેને લઇ લોકો ની અવરજવર માં વધારો જોવા મળી રહ્યો છે. હાલ કોરોના મહામારી જેવી વિકટ પરિસ્થિતિ ને ધ્યાને રાખી અગાઉ એસટી વિભાગ દ્વારા લાંબા રૂટ ની ધણી બસો બંધ કરી દેવા માં આવી હતી પણ આગામી દિવાળી તહેવાર ને ટાણે લોકો પરિવાર જનો સાથે પ્રવાસ કરવાનુ પસંદ કરતા હોય છે. જેને લઇ એસટી બસો માં પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે જેને ધ્યાને રાખી ડાંગ એસટી વિભાગે લોકો શાંતિપૂર્ણ રીતે પ્રવાસ નો આનંદ માણી શકે તે માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત જવા માટે ત્રણ એકસ્ટ્રા બસ દોડાવાનો નિર્ણય લીધો છે જેમાં આહવા – રાજકોટ બસ બપોરે ૧૨.૩૦ કલાકે, આહવા – ડીસા બસ બપોરે ૧૬.૩૦ કલાકે, અને આહવા – દાહોદ બસ ૫.૩૦ કલાકે ના નિર્ધારીત સમયે ઉપડશે જે શરૂ કરવામાં આવેલ ત્રણ એકસ્ટ્રા બસો પૈકી પ્રથમ એકસ્ટ્રા બસ આહવા – રાજકોટ ને ૧૨.૩૦ કલાકે આહવા ડેપો મેનેજર જે.બી ગાવિત ના હસ્તે બસની પુજા અર્ચના કરી પ્રથમ બસને રવાના કરી હતી જયારે બીજી બે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ દોડાવા માં આવનાર બસો નુ એસટી વિભાગે તેના માટે એડવાન્સ બુકીંગ લેવાનું શરૂ કરી દેતા એસટી બસ માં સફર કરતા પ્રવાસીઓ માં ખુશી છવાઈ જવા પામી છે વધુ માં ડેપો મેનેજર ગાવિતે જણાવ્યું હતુ કે કોરો ના મહામારી વચ્ચે પ્રવાસીઓના ધસારા ધ્યાને રાખી આહવા એસટી ડેપો દ્વારા ત્રણ એકસ્ટ્રા બસ શરૂ કરવામાં આવી છે જે એસટી બસમાં સફર કરતા તમામ પ્રવાસી ઓ એ તકેદારી ના ભાગ રૂપે સોશિયલ ડીસ્ટન, હેન્ડ સેનેટાઇજર તેમજ માસ્ક નો ફરજીયાત ઉપયોગ કરવા અપીલ કરી હતી.