ચાંદણીયા ગામે ઊભેલી ટ્રક પાછળ પલ્સર બાઈકચાલક યુવક ઘુસી જતા ઘટનાસ્થળે કરુણ મોત
રાત્રિના સમયે હાઈવા ડમ્પર ટ્રકની સિગ્નલ લાઈટ બંધ હોવાથી મારા પુત્રનું અકસ્માતે મોત નીપજયું : મૃતકના પિતા
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલથી મોસાલી જતા માર્ગ ઉપર ચાંદણીયા ગામ નજીક રસ્તે ઊભેલી ટ્રક પાછળથી બાઈક ચાલક યુવક ઘૂસી જતાં ઘટના સ્થળે તેનું કમાટી ભર્યું મોત નીપજયું હતું.
ઉમરપાડા તાલુકાનું ઉમરગોટ ગામનો યુવાન શૈલેષભાઈ ફુલસિંગભાઈ વસાવા સાંજના સમયે પોતાના ખેતરનું કામ પતાવી કોઈ કામ અર્થે ઉમરપાડાથી મોસાલી જવા નીકળ્યો હતો ત્યારે સાંજે 7:30 વાગ્યે વાંકલથી મોસાલી તરફના રસ્તા ઉપર આવેલ ચાંદણીયા ગામ નજીક રસ્તા ઉપર ઊભેલી હાઈવા ડમ્પર ટ્રક નં. એચ.આર. ૩૯ ડી ૬૨૦૭ ની પાછળ બજાજ પલ્સર નં. જીજે-૦૫-કેડી-૭૯૯૬ બાઈક ઉપર સવાર યુવાન શૈલેષભાઈ ઘુસી જતા ટક્કર લાગી હતી જેથી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગેની આજુબાજુ વિસ્તારના લોકોએ પોલીસને જાણ કરી હતી.પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારબાદ યુવકના મૃતદેહની પીએમ માટે મોસાલી સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો હતો.મરનાર યુવકના પિતા ફુલસિંગ ફતેસિંગ વસાવાએ અકસ્માતની ઘટનામાં કસૂરવાર ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુમાં તેમણે જણાવ્યું કે રસ્તા પર ઉભેલ હાઇલા ટ્રકની બંને સાઇટની સિગ્નલ લાઈટ ચાલુ ન રાખી હોવાથી તેમજ કોઈ જાતની આડ રસ્તા ઉપર નહીં મુકવાના કારણે મારા પુત્ર શૈલેષભાઈ નુ મૃત્યુ થયેલ છે આ અંગેની ફરિયાદ ફુલસિંગભાઈ માંગરોળ પોલીસ મથક ખાતે નોંધાવી હતી.પોલીસે આ અંગે તજવીજ હાથ ધરી છે.