સુરતની સુમુલ ડેરીમાં સરકારે કરેલી બે ડિરેક્ટરોની નિમણુંક રદ કરતી ગુજરાત હાઇકોર્ટ : મોસાલી ચાર રસ્તા ખાતે કોંગી કાર્યકરોએ ફટાકડા ફોડ્યા

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા બે માસથી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા એવી સુરતની સુમુલ ડેરીનાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટાયેલા ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું. પરંતુ મતદાન થાય એ પહેલાં રાજય સરકારે બે સરકારી ડિરેક્ટરોની સુમુલ ડેરીમાં નિમણુંક કરી હતી. જેમાં માંગરોળ તાલુકાનાં તરસાડીના રાકેશભાઈ સોલંકી અને યોગેશભાઈ રાજપુતનો સમાવેશ થાય છે. પરંતુ આ નિમણુંક પ્રશ્ને, સુમુલના ડિરેકટર ભરતભાઈ તરફથી હાઇકોર્ટ મેટર બનાવવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે જે મતદાન થયું હતું. એમાં સરકાર નિયુક્ત ડિરેક્ટરના મતો અલગ પેટીમાં રાખવા અને જજમેન્ટ ન આવે ત્યાં સુધી મત ગણતરી ન કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો. આમ છેલ્લા બે માસથી પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે મતદાન થઈ ગયું છે. પરંતુ હાઇકોર્ટ મેટર બનતાં મતોની ગણતરી કરવામાં આવી નથી. જો કે ભારતીય જનતા પાર્ટી એ પ્રમુખપદે માનસિંહ પટેલ અને ઉપપ્રમુખપદે રાજુભાઇ પાઠકની જાહેરાત કરી હતી. પરંતુ થયેલ મતદાનના મતો હજુ ગણવાના બાકી હોય તથા આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે સરકાર તરફથી જે બે સરકારી ડિરેક્ટરીની નિમણુકને રદ કરી દેતાં હવે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે થયેલા મતદાનના મતોની ગણતરી હાથ ધરાશે. ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખનો તાજ કોણ પહેરશે જે જાણી શકાશે. જો કે બે માસનાં લાંબા સમયબાદ આજે આ જજમેન્ટ આવતાં પશુપાલકો માની રહ્યા છે કે હવે સુમુલના વહીવટ માટે કાયમી પ્રમુખ અને ઉપપ્રમુખ સત્તા હાથમાં લેશે. આ જજમેન્ટ આવતા આજે મોડી સાંજે માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી તાલુકાનાં મોસાલી ચારરસ્તા ખાતે ફટાકડા ફોડી જીતની ખુશી મનાવી હતી. જો કે માંગરોળ તાલુકા સહિત જિલ્લાના અન્ય સ્થળોએ પણ કોગી કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મોસાલી ચારરસ્તા ખાતે શશીકાંત પટેલ, મોહમદભાઈ કોડીસાવાળા, મનહરભાઈ વસાવા સહિત કોગી કાર્યકરો હાજર રહયા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other