ગુજરાત હાઈકોર્ટે કરેલી જાહેરાતને માંગરોળ વકીલ મંડળે આવકારી, આગામી તારીખ ૨૩મી નવેમ્બરથી નીચલી અદાલતોમાં કામગીરીની છૂટ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોનાની મહામારીને પગલે રાજ્યભરની તમામ અદાલતોની કેસોની કામગીરી છેલ્લા આંઠ માસથી બંધ હતી. આ પ્રશ્ને નામદાર ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરની નીચલી અદાલતોમાં આગામી તારીખ ૨૩ મી નવેમ્બરથી ફિઝીકલ કામગીરીની કેટલાંક નિયમોને આધિન છૂટ આપી છે. આ છુટ ને માંગરોળ તાલુકા વકીલ મંડળે આવકારી છે. આ માટે નીચલી અદાલતો એ કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ નિયત કરેલી માર્ગ દર્શિકાનું પાલન કરવાનું રહેશે.તમામ પ્રકારના કેસો હાથ ઉપર લઇ શકાશે. સંબંધિત કોર્ટમાં પેન્ડીંગ કેસોના નંબર પ્રિન્સીપલ જ્યુડિશિયલ ઓફિસર નક્કી કરશે.બજે માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરાય છે એ મુજબ પ્રિન્સિપલ ડિસ્ટ્રીક જજે દરેક કોર્ટ સંકુલમાં કરોનાને લગતી કામ ગીરી ઉપર વોચ રાખવા માટે એક ખાસ કોવિડ ઓફિ સરની નિયુક્તિ કરવાની રહેશે. કોર્ટનો એક જ દરવાજો ખુલ્લો રાખવાનો રહેશે. માસ્ક પહેર્યા વીનાં આવનારને પ્રવેશ મળશે નહીં.તમામનું થર્મલ ચેકીંગ કરાશે. કોર્ટના દરવાજા ઉપર હેન્ડસેનેતાઈઝરનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે.હાલમાં કોર્ટની કામગીરી સવારે ૧૦.૪૫ થી બોપોરે ૪ વાગ્યા સુધીની જાહેર કરવામાં આવી છે. અસીલની જરૂર ન હોય તો ન બોલાવવા જણાવાયું છે. ફેરિયા તથા મુલાકાતીઓ માટે પ્રવેશબંધી ફરમાવ વામાં આવી છે.