દક્ષિણ ડાંગ વન વિભાગની ટીમે વાંસદાના ખાંભલા અને સીતાપુર માર્ગ પરથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડાનો જથ્થો ભરેલી બે કાર ઝડપી પાડી કુલ ૧.૯૦ હજારનો મુદામાલ કબજે કર્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇથી વાંસદા તરફ પસાર થતા અંતરિયાળ માર્ગ પર થી ડાંગ વન વિભાગની ટીમે એક આરોપી સાથે બે ગેરકાયદેસર સાગી લાકડા ભરેલી કાર ઝડપી પાડતા લાકડા ચોર વિરપ્પનો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે મળતી માહિતી મુજબ વઘઇ થી વાંસદા તરફ પસાર થતા અંતરિયાળ માર્ગ પર થી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગ ના ડીએફઓ દિનેશ રબારી ને મળેલ હતી જે બાતમી ને આધારે ચીચીનાંગાવઠા વઘઇ અને નવતાડ નેશનલ પાર્ક ના વનકર્મી ઓએ બે અલગ અલગ ટીમ બનાવી વઘઇ થી વાંસદા ના ખાંભલા જતા માર્ગ પર નાઇટ પેટ્રોલીંગ આરંભયુ હતુ તે દરમિયાન સવાર ના ૬.૦૦ વાગ્યે ના સુમારે ખાંભલા માર્ગ પર થી એક શંકાસ્પદ સફેદ કલર ની ટાટા સુમો કાર નંબર જીજ ૧૯એસી ૦૬૫૫ પસાર થતી વન કર્મી ઓને નજરે પડતા વનકર્મી ઓએ ટાટા સુમો કાર નો પીછો કર્યો હતો પણ લાકડા ચોરી ને અંજામ આપનાર કાર ના ચાલક ને વનવિભાગ ની ટીમ કાર નો પીછો કરી રહી હોવાની ભનક લાગી જતા લાકડા ચોરી ને અંજામ આપનાર કાર ચાલકે સ્પીડ માં ગાડી હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પણ વન વિભાગ ની ટીમે આ ટાટા સુમો નો ફિલ્મી ઢબે પીછો કરી ખાંભલા ફાટક પાસે લાકડા ચોર આરોપી સાથે ટાટા સુમો ને ઝડપી પાડવા માં સફળ મેળવી હતી હતી જયારે વનકર્મી ની બીજી ટુકડી એ ખાંભલા થી સીતાપુર માર્ગ પર નાઇટ પેટ્રોલીંગ કરતી વેળા બે બાઇક ચાલકો કવોલીસ ગાડી ને પાઈલોટીંગ કરતા નજરે પડયા હતા જે શંકા ને આધારે ક્વોલીસ કાર નં જીજે ૧૯ એ ૪૪૨૮ પીછો કર્યો હતો પણ લાકડા ચોરી ને અંજામ આપનાર કાર ચાલક ને વન વિભાગ ની ટીમ ને જોઈ ગભરાઇ જતા ચાલુ ગાડી એ લાકડા ચોરી ને અંજામ આપનાર કાર ચાલક આરોપી કવોલીસ કાર માંથી કુદી ને ભાગી જવા માં સફળ રહયો હતો જયારે વનકર્મી ઓ એ ક્વોલીસ કાર ની અંદર તલાસી લેતા કાર ની અંદર છુપાવેલા ગેરકાયદે સાગી ચોરસા ૦૩ નંગ ૦.૫૩૯ ધન મીટર ના સાગી ચોરસા મળી આવ્યા હતા જેની બજાર કિમત રૂ ૨૫ હજાર જયારે કાર ની કિ.રૂ ૬૦ હજાર મળી કુલ ૮૫ હજાર નો મુદા માલ કબજે કર્યો હતો જયારે ખાભલા ફાટક પાસે ગેરકાયદે સાગી લાકડા ના જથ્થા સાથે પકડાયેલી ટાટા સુમો અંદર તલાસી લેતા ગેરકાયદેસર સાગી ચોરસા નંગ ૦૯ ધ.મી ૦૮૩૪ સાગી ચોરસા મળી આવ્યા હતા જેની બજાર કી ૪૦ હજાર ગાડી ની કિ.૬૫ હજાર મળી બન્ને ગાડી સહિત કુલ ૧.૯૦ હજાર નો મુદા માલ કબજે કરી ગેરકાયદેસર સાગી લાકડા ની તસ્કરી કરનાર ઝડપાયેલ આરોપી સામે ગુનો નોંધી આ લાકડા ચોરી ના ગુના માં સંડોવાયેલા અન્ય આરોપી ને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી હતી