ઉમરપાડા તાલુકાનાં વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે, તાલુકા કોગ્રેસે મામલતદારને આપેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): ઉમરપાડા તાલુકાનાં વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો સંદર્ભે, આજે તારીખ ૫ મી નવેમ્બરનાં રોજ, ઉમરપાડા તાલુકા કોગ્રેસ સમિતિએ ઉમરપાડા મામલતદારને એક આવેદનપત્ર આપ્યું છે. રાજ્યના રાજ્યપાલને સંબોધીને લખેલાં આવેદનપત્રમાં જણાવાયું છે કે સેલવાણ થી ચીમીપાતલ ગામ વચ્ચે આવેલુ ગળનાળુ બનાવવા, નદી-કોતરના કિનારાઓ ઉપર પુરસંરક્ષણ દીવાલ બનાવવા, ખેતીવિષયક વીજ લાઈનમાં ખેડૂતોને પૂરતાં પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી, લાઈનોનું મરા મતનું કામ ઝડપથી પુરૂ કરાવવા માંગ કરી, જણાવ્યું છે કે ખેડૂતો ભારે પરેશાની ભોગવી રહયા છે.વાસમાં પ્રોજેકટ હેઠળ ઉમરપાડા તાલુકાનાં અનેક ગામોમાં ભૂગર્ભ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. પરંતુ લાઈનોના રીપેરીંગનાં નામે પ્રજા સાથે છેતરપિંડી કરી, હજુપણ પાણી મળતું નથી. જેથી જવબદારો સામે ખાતાકીય કાર્યવાહી હાથ ધરી આ પ્રશ્ન હલ કરવા માંગ કરવામાં આવી છે.આદિવાસી વસ્તી ધરાવતાં ગામોમાં સસ્તા અનાજની દુકાનોમાંથી નિયત જથ્થા મુજબનું અનાજ મળતું નથી એવું સંખ્યા બંધ ફરિયાદો મળી છે. જેથી આ અંગે તપાસ કરાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. ચવડા થી ઝંખવાવ અને ઝંખવાવ થી ઉમરદા રૂટો ઉપર એસ ટી બસો શરૂ કરવા, જંગલની જમીનોની સનદો મળી નથી, જે વહેલી તકે આપવામાં આવે,નરેગા યોજનામાં ખુબમોટાપાયે ભ્રષ્ટાચાર થયા છે એની તપાસ કરવા જણાવાયું છે. આ પ્રશ્નો સહિત કુલ બાર પ્રશ્નો આવેદનપત્રમાં જણાવાયું છે. આ પ્રસંગે જીપીસીસીના મેમ્બર નારસિંગભાઈ વસાવા, તાલુકા કોગ્રેસનાં પ્રમુખ રામસિંહ વસાવા સહિત તાલુકાના કોંગી આગેવાનો હાજર રહ્યા હતા.