તાપી જિલ્લામાં મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તાપી જિલ્લાની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તરફથી તા.૦૧-૦૧-૨૦૨૧ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે આપવામાં આવેલ સુચનાનુસાર જે નાગરિક તા.૦૧-૦૧-૨૦૨૧ની લાયકાતની તારીખના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેવા મતદારોની નોંધણી તા.૦૯-૧૧-૨૦૨૦ થી તા.૧૫-૧૨-૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરવા, કોઇ મતદારના નામની સામે વાંધો લેવા, નામ સુધારવા, સરનામા સુધારો/ઓળખકાર્ડમાં ફોટો અથવા તાજેતરનો ફોટો જેવી વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મમાં અરજી કરી આપ જે વિસ્તારના કાયમી રહેવાસી હોય તે વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અથવા આપના વિભાગના બુથ લેવલ ઓફિસરોને આધાર પુરાવા સાથે અરજી કરી હક્ક દાવાઓ રજુ કરી શકશો. વધુમાં આપના મતદાન મથકે ખાસ ઝુંબેશની તા.૨૨-૧૧-૨૦૨૦(રવિવાર), તા.૨૯-૧૧-૨૦૨૦(રવિવાર) તા.૦૬-૧૨-૨૦૨૦ (રવિવાર) અને તા.૧૩-૧૨-૨૦૨૦ (રવિવાર) ના રોજ સવારે ૧૦.૦૦ કલાક થી સાજે. ૫.૦૦ કલાક સુધી બુથ લેવલ ઓફિસર (BLO) તમામ મતદાન મથકો ઉપર હાજર કરી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઇટ www.nvsp.in,voterportal.eci.gov.in તથા www.ceo.gujarat.gov.in તેમજ ચૂંટણી પંચની મોબાઇલ એપ્લીકેશન “Voter Helpline” પર ઓનલાઇન અરજી પણ કરી શકશો તેમજ મતદાર યાદીમાં આપનુ નામ છે કે કેમ? તે પણ ચકાસી/જાણી શકશો. વધુમાં હેલ્પલાઇન નંબર ૧૯૫૦ EPI <આપનો મતદાર ઓળખ કાર્ડનો નંબર લખી SMS મોકલી આપવાથી મતદાર યાદીમાં આપના નામની વિગતો તેમજ બુથ લેવલ ઓફિસર (BLO)ની વિગતો જાણી શકાશે. જેની જાહેર જનતાને નોંધ લેવા અનુરોધ કરવામાં આવે છે.