તાપી : મકાનો/બંગલાઓમાં કામ કરનારાઓની વિગત આપવી

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :  મકાન માલિકનો વિશ્વાસ મેળવી મિલકત તથા શરીર સંબધીના ગુના આચરવાના બનાવોને ધ્યાનમાં લઇ જાહેર જનતાની શાંતિ અને સલામતી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનીયાએ એક જાહેરનામા દ્વારા તાપી જિલ્લામાં મકાનો/બંગલાઓમાં ઘરઘાટી, નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી વગેરે કામ કરતા હોય તો માલિકોએ મકાન માલિકનું નામ તથા સરનામું, ફોન નંબર, કામે રાખેલા નોકરનું પૂરૂ નામ, મૂળ વતનનું સરનામું, ઓળખ ચિન્હો, હાલનું પૂરૂ સરનામું, ફોન નંબર સહિતની માહિતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ હુકમ તા.૨૮/૧૨/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
…….

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other