તાપી જિલ્લાના ખેડુતો જોગ : સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ડાંગર-મકાઇ-બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૦-૨૧ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા. ૧૬.૧૦.૨૦૨૦ થી તા. ૩૧.૧૨.૨૦૨૦ દરમ્યાન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠાનિગમના ડાંગર માટે ૯૨, મકાઈ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલા ગોડાઉન કેન્દ્રો/એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે કરવામાં અવાનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ (૧) ડાંગર (કોમન)રૂ. ૧૮૬૮/-પ્રતિ ક્વિન્ટલ, (૨)ડાંગર ગ્રેડ-એ માટે રૂ ૧૮૮૮/- પ્રતિ ક્વિન્ટલ (૩) મકાઇ માટે રૂ. ૧૮૫૦/- પ્રતિ ક્વિન્ટલ, (૪) બાજરી માટે રૂ.૨૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સંબંધીત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, તાપી જિલ્લા ના કુકરમુંડા, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, વ્યારા તાલુકા ગોડાઉન ખાતે તા.૧.૧૦.૨૦૨૦ થી તા. ૨૯.૧૦.૨૦૨૦ સુધી ચાલુ રાખવામા આવેલ હતી. જેની મુદ્દતતા.૧૦.૧૧.૦૨૦૨૦ સુધી વધારવામાં આવેલ છે તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ/ આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અધ્યતન ૭-૧૨, ૮-અ રેકોર્ડ્સની નકલ, ફોર્મ નં -૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામે આઇ.એફ.એસ.સી કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતોમાટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાના રહેશે. ખેડૂતોને તેમનો જથ્થો સાફ-સુફ તથા ચારણોકરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે. જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર- ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
…….