ડાંગ 173 વિધાનસભા પેટા ચૂંટણીના 3 ઉમેદવારોને ચૂંટણી પંચે નોટિસ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ભાજપના વિજય પટેલ, કોંગ્રેસના સૂર્યકાન્ત ગાવીત અને બિટીપી ના બાપુભાઈ ગામીત ને સમયસર ચૂંટણી ખર્ચ નો હિસાબ રજૂ કરવા વારંવાર જાણ કરતાં હિસાબ રજૂ ન કરતા ડાંગ ચૂંટણી અધિકારીએ આપી નોટિસ છે.
આગામી 48 કલાકમાં હિસાબ રજૂ કરવા સાથે હિસાબ રજૂ ન કરવાના પરિણામો અંગે ધ્યાન દોરતી નોટિસ આપવામાં આવીછે હાલ ચૂંટણી પ્રચાર જોરશોર માં ચાલી રહ્યો છે તેમજ દરેક પક્ષ મતદારોને રીઝવવા અનેક પ્રકારના તરકીબો અજમાવી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા ત્રણેય પક્ષ ના ઉમેદવારોને 48 કલાકમાં ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા અલટીનેટમ આપતા રાજકીય માહોલ ગરમાયો છે.