માંગરોળ તાલુકા સહિત આસપાસનાં ગામોની પ્રજા માટે આનંદભર્યા સમાચાર : શુક્રવારથી મોસાલી ચોકડી ખાતે રાહત દરનાં ભાવે દવાઓ મળશે

0
IMG-20201028-WA0027
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં મોસાલી વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ફારૂકભાઈ ભીખુ મેમોરીયલ મેડીકેર રાહત ફાર્મસી મેડીકલ સ્ટોર આગામી તારીખ ૩૦ મી ઓક્ટોબરના શુક્રવારે રોજ બોપોરે બે કલાકે ખુલ્લો મુકવામાં આવશે. હાલમાં મેડીકલ સેવા ખૂબ જ મોઘી થઈ રહી છે. ઘણી વાર પેસા ન હોવાના કારણે કેટલાક ગરીબ પરિવારોના સભ્યોએ પોતાનાં જીવ પણ ગુમાવ્યાના બનાવો ભૂતકાળમાં બન્યા છે. હાલમાં પણ મેડીકલ સેવા દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. સાથે જ દવાના ભાવો પણ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે ઉપરોક્ત મેડીકલ સ્ટોર નહીં નફો નહીં નુકશાનના ધોરણે રાહત દરે દવાનું વેચાણ કરવામાં આવનાર છે. આ મેડીકલ સ્ટોરમાં સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ પણ મળશે, સાથે જ કોસ્મેટિક વસ્તુઓ પણ મળશે. આ મેડીકલ સ્ટોર મોસાલી ચોકડીથી માત્ર પાંચ મિનિટના પોહચી શકાય એવા શાન પ્લાઝા ખાતે આગામી તારીખ ૩૦ નાં બોપોરે બે વાગ્યે હઝરત મૌલાના યુસુફ ટકારવીની ઉપસ્થિતમાં દુઆ કર્યા બાદ વિધિવત રીતે મેડીકલ સ્ટોરને ખુલ્લો મુકવામાં આવશે. માંગરોળ તાલુકા સહિત આસપાસનાં ગામોની જનતાને આ મેડીકલ સ્ટોરની મુલાકાત લેવા ટ્રસ્ટનાં સંચાલકો કાસીમ જીભાઈ, મકસુંદ માજરા (લાલ ભાઈ), આરીફ માજરા, અલ્તાફ લુલાત,મોહમદ અલી અભીએ જણાવ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *