માંગરોળ તાલુકાનાં ધોળીકુઈ, નાંદોલા, નાનીફળી ગામોનાં એક જ તલાટી, તલાટી પ્રજાજનોને ખો આપતાં ભારે રોષ : ગ્રામ પંચાયતને લગતાં કામો ન થતાં હોવાની ઉઠેલી બુમરાણ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકાનાં ધોળીકુઈ, નાંદોલા અને નાનીફળી આમ આ ત્રણ ગ્રામ પંચાયતોના વહીવટ માટે હાલમાં એક જ તલાટી ફરજ બજાવી રહ્યા છે. જેને પગલે પ્રજાજનોનાં ગ્રામ પંચાયતને લગતાં કોઈ કામો સમયસર થતાં ન હોવાની બુમરાણ ઉઠી છે. નિયમ મુજબ એક તલાટીની એક કરતાં વધુ ગામોનો ચાર્જ આપવામાં આવ્યો હોય, ત્યારે ચાર્જ લેનાર તલાટીએ ચાર્જ વાળી ગ્રામ પંચાયત કચેરી ખાતે ક્યાં ક્યાં વારે મળશે. એ અંગે ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર તારીખ અને સમય લખી દેવા પડે જેથી જે તે ગ્રામ પંચાયતની પ્રજાએ તલાટીની રાહ જોવી ન પડે પરંતુ ઉપરોક્ત ત્રણ ગામનાં જે તલાટી છે. એ તલાટી કયા દિવસે કઈ ગ્રામ પંચાયત ઉપર હાજર રહેનાર છે. એની સાચી માહિતી આપતાં નથી. સાથે જ તલાટી પોતાનો મોબાઈલ બંધ કરી દેતાં હોય, એમનો સંપર્ક થઈ શકતો નથી. આજે તારીખ ૨૭ મી ઓક્ટોબરના રોજ આ તલાટી ત્રણે ત્રણ ગ્રામ પંચાયત ઉપર બોપોર સુધીમાં ફરકયા ન હતા.જેને પગલે ત્રણે ત્રણ ગામની પ્રજાનાં આજે કોઇ કામ થયા ન હતા.આ ઘટનાં ક્રમ દરરોજનો બની ગયો છે.એમ ગ્રામજનો જણાવી રહ્યા છે. ખરેખર હે તે ગ્રામ પંચાયતના સરપંચ અને પ્રજાએ ચૂંટીને બેસાડેલા સદસ્યોએ આ પ્રશ્ને જિલ્લા-તાલુકા કક્ષાએ રજુઆત કરી, પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. પરંતુ સરપંચ અને તલાટીની બધીજ જગ્યાએ એક બીજા સાથે સાઠ ગાંઠ હોવાથી આ ચૂંટાયેલા લોકો પ્રતિનિધિઓ કે જેમણે પ્રજાની (મતદારો-ગ્રામજનો) ની સાથે રહેવું જોઈએ એને બદલે કર્મચારીને સહકાર આપતાં હોવાની બુમરાણ પ્રજા મચાવી રહી છે. તાકીદે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં આવે એવી માંગ આ ત્રણ ગામોની પ્રજા તરફથી કરવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *