માંગરોળ ટેલિફોન એક્ષચેન્જમાં સમાવિષ્ટ માંગરોળ, આકળોડ અને ગીજરમ ગામનાં ટેલિફોન લાઈનનો મુખ્ય કેબલ JCB એ ખેંચી કાઢતાં ફોનો બંધ, જો કે BSNLના સ્ટાફે ત્વરીત યુધ્ધનાં ધોરણ રીપેરીંગ કરી, ફોનો શરૂ કરી દેવાયા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક ખાતે BSNL નું ટેલિફોન એક્ષચેન્જ કાર્યરત છે.આ એક્ષચેન્જમાંથી માંગરોળ, મોસાલી, વસરાવી, ગડકાછ, આકળોડ અને ગીજરામ વગેરે ગામોની પ્રજાને ટેલીફોનના જોડાણો આપવામાં આવ્યા છે. પરંતુ આંઠ માસ પહેલાં માંગરોળ BSNL ની કચેરીને બંધ કરી દઈ આ કચેરીનો વહીવટ માંડવી BSNL કચેરીને આપવામાં આવ્યો છે. માંગરોળ થી માંડવી ૪૪ કિલોમીટર છે. જેથી માંગરોળ એક્ષચેન્જમાંથી અનેક ગ્રાહકોએ પોતાનાં ટેલીફોનના જોડાણો રદ કરાવી દીધા છે. કારણકે ટેલીફોન અંગેની તમામ કામગીરી માટે છેક માંડવી સુધી રજુઆત કે ફરિયાદ અને બીલના નાણાં ભરવા માંડવી સુધી જવું કોઈને પરવરે એમ નથી.હાલમાં માંગરોળ, આકળોડ અને ગીજરમ ગામ ખાતે જેમણે BSNL નાં જોડાણો લીધા છે. એમનાં જોડાણો એકા એક બંધ થઈ ગયા હતા. આ અંગે માંડવી કચેરીને જાણ કરવામાં આવતાં, BSNL ની ટીમ માંગરોળ આવી હતી.અને કેબલ લાઈન ચેક કરતાં માંગરોળ SBI નજીક કોઈ JCB વાળા એ માર્ગની બાજુમાં ખોડણ કરતાં ટેલીફોનની લાઈનનો મુખ્ય કેબલ ખેંચાઈ ગયો હતો. જેને જમીનમાંથી બહાર કાઢી રીપેર કરવામાં આવતાં ઉપરોક્ત ગામના ટેલીફોનો કાર્યરત થઈ ગયા હતા.આમ BSNL ની ટીમે યુધ્ધના ધોરણે કેબલનું રીપેરીંગ કામ કરતાં આ પ્રશ્ન હલ થઈ ગયો હતો.