ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડની સરકાર દ્વારા DYSP તરીકે નિમણુંક કરાતાં વઘઇ કિલાદ કેમ્પ સાઇટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામે ગરીબ આદિવાસી પરિવારમાં ઉછરેલી સરિતા ગાયકવાડે રમત ક્ષેત્રે સિદ્ધિ મેળવી અને ડાંગ સહિત રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે ત્યારે રાજ્ય સરકારે તેની DySP તરીકે નિમણૂંક કરી વિશેષ સન્માન આપતા સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. જેને લઈને વઘઇ કિલાદ કેમ્પ સાઇટ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ઇન્ડોનેશિયા ખાતે રમાયેલ એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગની સરિતા ગાયકવાડે ગુજરાત રાજ્યનું નામ દેશ અને દુનિયામાં ગર્વથી ઊંચું કર્યું હતું. સરિતાની આ સિદ્ધિ બદલ ગુજરાત સરકાર દ્વારા પવિત્ર નવરાત્રીના દુર્ગાઅષ્ટમી ના દિવસે ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક પત્ર આપ્યો છે. સરિતાને મળેલ કલાસ ૧ના આ સન્માનીય પદથી તેના પરિવાર સહિત સમગ્ર આદિવાસી સમાજમાં આનંદની લાગણી જોવા મળી છે. સરિતા ગાયકવાડે આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો અને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ગુજરાત સરકારનો અને તેણીને શરૂઆતથી માર્ગદર્શન પૂરું પાડનાર સમાજ સેવક અશોકભાઈ ધોરાજીયાનો વિશેષ આભાર માન્યો હતો. જયારે પ્રેસ કોન્ફરન્સમાં ડાંગ – નવસારી જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *