તાપી જીલ્લા LCBએ મેઢા ગામેથી બાઇક ઉપર વિદેશી દારુની હેરફેર કરતાં લવચાલીનાં બે ઈસમોને ઝડપી પાડ્યા એક વોન્ટેડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ આજરોજ સોનગઢ તાલુકાનાં મેઢા ગામેથી બાઇક ઉપર વિદેશી દારુની ગેરકાયદેસર રીતે હેરફેર કરનાર સોનગઢ તાલુકાનાં લવચાલીનાં બે ઈસમોને ઝડપી પાડ્યા જ્યારે એક ને વોન્ટેડ જાહેર કરાયો છે.
સોનગઢ પોલિસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાની વિગત જોઈએ તો આજરોજ તા. 25મીનાં રોજ બપોરે 3:30 કલાકે સોનગઢ તાલુકાનાં મેઢા ગામના નિશાળ ફળીયા પુલ પાસે રોડ ઉપરથી જીવાભાઇ મલાજીભાઇ ગામીત અને દીલીપભાઇ શાંતીલાલ ગામીત બંને રહે – લવચાલી ઉપલુ ફળીયુ તા.સોનગઢ જી.તાપી પોતાના કબજાની હીરો કંપનીની સ્પેલન્ડર મો.સા.નં. GJ – 26-5-1977 જેની કિં.રૂ. ૨૦,૦૦૦/- ઉપર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની મહારાષ્ટ્રા બનાવટની અલગ અલગ કંપનીની સીલબંધ બાટલી કુલ નંગ ૫૨ મળી છે જેનિ કીમત. રૂ. ૬૮૦૦/ – તથા એક મોબાઇલ કી.રૂ. ૫૦૦૦/- તથા રોકડા રૂ. ૭૮૦/- મળી કુલ કિ.રૂ. ૩૨,૫૮૦/- ના મુદામાલ સાથે તાપી જીલ્લા એલ.સી.બી.એ ઝડપી પાડ્યા હતાં જ્યારે પ્રોહી મુદ્દામાલ આરોપી ઉમેશભાઇ નાગેશભાઇ ગામીત રહે – લવચાલી ઉપલુ ફળીયુ તા સોનગઢ જી.તાપી એ ભરાવી તથા મંગાવી એકબીજાની મદદગારી કરી ગુનો આચરતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
જે અંગે એલ.સી.બી. તાપીમાં ફરજ બજાવતા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઈની ફરિયાદનાં આધારે સોનગઢ પોલીસ મથકે આ અંગે ગુનો નોંધાયો છે.