ડાંગ ૧૭૩ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય સંકલ્પ સાથે કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાની કાલીબેલ ખાતે જાહેરસભા યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : કાલીબેલ ખાતે યોજાયેલી કોગ્રેસની જાહેર સભામાં મોટી સંખ્યામાં કોગ્રેસી કાર્યકરોની જન મેદ ઊમટી પડતા કોગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડાએ જીતનો દાવો કર્યો.
ડાંગ ૧૭૩ વિધાનસભાની યોજાનાર પેટા ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ અને કોંગ્રેસે ચુંટણી માં જીત મેળવવા દિગ્જન નેતાઓને ચુંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધા છે અને મતદારોને રીઝવવા બન્ને પક્ષો પ્રયાસ કરી રહયા છે જે ચુંટણી પ્રચારના દોર વચ્ચે આજે કાલીબેલ ખાતે કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાની આગેવાની હેઠળ જાહેર સભા યોજાઇ હતી. જેમાં વરસાદી માવઠા જેવી આવી પડેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોગ્રેસ પક્ષના ઉમેદવાર સુર્યકાંત ગાવિતને જીતાડવા માટે કોગ્રેસી કાર્યકરોનો જુસ્સો વધારતા ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, ડાંગની જનતાએ બે વાર કોગ્રેસ પક્ષના ધારાસભ્યને જીત અપાવી વરસોથી કોગ્રેસના ગઢને સલામ રાખયો છે. પણ ભાજપને આ જીત સહન ન થતા કોગ્રેસના ધારાસભ્યને રૂપિયાની લાલચ આપી ખરીદી લીધા છે. પણ ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મત રૂપી હથિયારથી ફરી કોગ્રેસના ઉમેદવારને જીતાડી ભાજપને સબક શિખવાડવાનો છે. આદિવાસી સમાજ હમેશા કોગ્રેસની વિચાર ધારા સાથે જોડાયેલો છે જે આદિવાસી સમાજ ભાજપને ચુંટણી ટાણે કેમ યાદ આવે છે. આવા ધુતારા ને ઓળખી જજો ભાજપ સરકાર ફકત ને ફકત આદિવાસી સમાજ ને મત માટે ઉપયોગ કરી રહી છે ભાજપ સરકારે આદિવાસીઓનો વિકાસ નહી પણ વિનાસ કરવા તલપાપડ બની છે. બાબા સાહેબ આબેડકરે આદિવાસી સમાજ ને આપેલ અનામત છીનવવાની કોશીષ કરી રહયુ છે. ભાજપ સરકાર આદિવાસી વિસ્તારમાં ૧૩૮ સ્કુલો બંધ કરીને આદિવાસી બાળકોને શિક્ષણથી વંચીત રાખવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ સરકારે કેવડીથી આદિવાસીઓ પર અત્યારની શરૂઆત કરી દીધી છે. આદિવાસી ઓને જંગલ જમીન આપવા ની મોટી મોટી વાતો કરી ભાજપ સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટ ના વિકાસ માટે કેવડી ના આદિવાસીઓ જમીન છીનવી તેમના ધર પર બુલડોઝર ફેરવી અત્યાર ગુજાર્યો છે ભાજપ સરકાર આવનારા દિવસો માં ડાંગ જીલ્લામાં રીવર લીંકીગ પ્રોજેક્ટ હેઠળ મોટા ડેમ બનાવવા માટે આયોજન કરી રહી છે જેની અસર થી ડાંગ ૩૩ ગામો ને વિસ્થાપિત કરવા પડશે પણ આ મહાકાય ડેમ ને બનતા રોકવા માટે સરકાર સામે આંદોલન ઉપાડવુ પડશે જેની માટે કોગ્રેસ ના ઉમેદવાર ને જીતાડવુ જરૂર બન્યુ જયારે મોટી સંખ્યા માં ઉમટેલી જનમેદની ને સંબોધતા ભિલોડાના ધારાસભ્ય અનીલ જોશીયારા એ જણાવ્યુ હતુ કે, આજ સુધી બધુ ખરીદતા જોયુ છે પણ માણસ ખરીદતા પહેલી વાર ભાજપના શાસનમાં જોવા મળ્યુ છે. સત્તાની લાલચમાં આદિવાસી વિસ્તારના ધારાસભ્ય ને કરોડો રૃપિયા ભરેલી સુટકેશ આપી ખરીદી લઇ ને ભાજપ લોકશાહીનુ ખુન કરી રહી છે કોગ્રેસ ના શાસન માં પ્રકૃતિ ના પુજક આદિવાસી સમાજ ને બધુ જુ આપ્યુ પણ ભાજપ ના રાજ માં ખેડુતો ને ટેકા ના ભાવ મળતા નથી જેને લઇ આદિવાસી પાઇ માલ બન્યો એઆઇસીસી મેમ્બર વિશ્ર્વરંજન મોહનંતી પણ ભાજપ પર આકરા પ્રહારો કરી ભાજપ સરકાર ને ભ્રષ્ટાચારી સરકાર અને આદિવાસી વિરોધી ગણાવી હતી ભાજપ સરકાર સતા નો દુર ઉપયોગ કરી ને લોકો ને ગુમરાહ કરી રહી છે ભાજપ ધર્મના નામે ભાગ પાડી રાજ કરો નીતિ કરી અપનાવી છે પણ હવે આવા તકસાધુ ને ઓળખી લેવાનો સમય આવી ગયો છે અને કોગ્રેસના મતની તાકાત બતાવી ફરી એક વાર કોગ્રેસના ઉમેદવારને જીતવાનો સંકલ્પ કરવો પડશે આ સભામાં ધારાસભ્ય અનંત પટેલ, પુનાજી ગામિત, સુનીલ ગામિત, દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી, ડાંગ પ્રભારી અજય ગામીત, તાપીના ભીલા ચૌધરી કોગ્રેસ ના આગેવાન ગૌતમ પટેલ ચંદર ગાવિત મુકેશ પટેલ મહિલા મોરચા લતાબેન ભોયે યુથના તુષાર કામડી અનીસ ધાનાણી સહિત કોગ્રેસના હોદેદારો સરપંચો અને મોટી સંખ્યા કોગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.