ડાંગ ૧૭૩ વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે કોગ્રેસના પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવડીયાની ઉપસ્થિતમાં કોગ્રેસની સભા યોજાઇ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગ ૧૭૩ વિધાનસભા ની પેટા ચૂંટણીને લઇ ચુંટણી પ્રચારનો ધમધમાટ વચ્ચે રાજકીય પક્ષોઓ એડી ચોટી નુ જોર લગાવવા માટે દિગગજ નેતાને મેદાનમાં ઉતારી કોગ્રેસના ઉમેદવાર સુર્યકાંતભાઇ ગાવિત ને જીતાડવાના પ્રયાસ કરી રહયા છે જેને અનુલક્ષીને આહવા ડાંગ દરબાર હોલ ખાતે પુર્વ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સ્ટાર પ્રચારક અજુનભાઇ મોઢવાડીયા ની અધ્યક્ષ સ્થાને કોગ્રેસની સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરો ને વર્ષોથી કોગ્રેસના ગઢ ગણાતી ડાંગની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરી કોગ્રેસના ઉમેદવારને જીતાડી ગદ્દારી કરનારને પાઠ ભણાવી વફાદારને વિજયી બનાવવાનો સંકલ્પ લીધો હતો અને અર્જુનભાઈએ ભાજપ પર આકરા પ્રહાર કરી ને કોંગ્રેસની ગાથાઓનું ગાણું ગાયુ હતું. દેશના પ્રથમ હકદાર આદિવાસી અને ભાજપ દેશને લૂંટવા નીકળ્યો ડાંગમાં લાકડા કાપી જાય જેમાં આપણા લોકોના ભાગલા પાડવાની નીતિ ભાજપ ચલાવી રહ્યા છે જે ધર્મમાં માનીએ છે. આખરે તો પરમાત્મા એકજ છે આદિવાસીઓના અભ્યાસ સમયે અને આરોગ્ય સમયે ભાજપ ક્યાં હતુ આદિવાસીઓને હક આપનાર કોંગ્રેસ છે, જળ જંગલ અને જમીનના મલિક બનાવ્યા અને ભાજપે ખરીદ વેચાણ સંઘ ચૂંટાયેલા પ્રતિનિધિનું કર્યું ધારાસભ્ય ને ૫૦ કરોડની ઓફર કરનારા ભાજપ ડૂબી મરો અને તમામ યોજના કોંગ્રેસે બનાવી એવી ચુંટણીલક્ષી વાતો ઉચ્ચારી હતી. આ સભામાં એઆઈસીસી મેમ્બર વિશ્વરંજન મોહતીએ ભાજપ સરકારને ભષ્ટ્રાચારી સરકાર ગણાવી ડાંગમાં યોજાનાર વિધાનસભા ની પેટા ચુંટણીમાં ફરી એક વાર કોગ્રેસી કાર્યકરોએ ભાજપના કમળ ને ઉખાડી કોગ્રેસ ના ઉમેદવાર ને પ્રચંડ બહુમતી વિજય બનાવી કોગ્રેસ ના મત ની તાકાત બતાવાની છે આ સભામાં વાંસદાના ધારાસભ્ય અંનત પટેલે ધારદાર છટામાં ભાજપ સરકાર ને આદિવાસી માટે કંલક રૂપી સરકાર ગણાવી હતી ભાજપ સરકાર આદિવાસી સમાજને ગૂમરાહ કરી મત મેળવવાની પેરવી કરી રહી છે પણ આ તકસાધુ લોકો ને ખુલ્લા પાડવા નો સમય આવી ગયો છે. જેની માટે કોગ્રેસ ના કાર્યકરો કોગ્રેસ ના ઉમેદવાર ને જીતાડવા માટે એક જુથ બની પ્રચાર કાર્યમાં જોડાઇ જવુ પડશે. હાલ ભાજપ સરકાર આદિવાસી બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માટે આદિવાસી વિસ્તારમાં શાળા બંધ કરવાનુ કાવતરું ધડી રહી છે. જેની માટે આદિવાસી સમાજે જાગૃત થઇ મતની તાકાત થી ભાજપને જાકારો આપવો પડશે. આ સભામાં ધારાસભ્ય આનંદ ચૌધરી, પુનાજી ગામીત, ડાંગ પ્રભારી અજય ગામિત, યુથ કોગ્રેસના અનીસ ધાનાણી, વિનોદ ભોયે, તુષાર કામડી, કોંગ્રેસી આગેવાન ગૌતમ પટેલ, હરીશ બચછાવ, ચંદર ગાવિત, પ્રફુલ નાયક, નંદુ ભદાણે, શરદ મહિલા કોગ્રેસના લતાબેન ભોયે તેમજ સરપંચો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *